લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા રમેશભાઈ ધડુકના સમર્થનમાં મોવીયા ગામ બન્યુ સમરસ: ઉમળકાભેર આવકાર

પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને ગોંડલના ગામડાઓમાં પ્રચંડ જનસમર્થન: કાર્યાલયે મળેલી બેઠકમાં તમામ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો રહ્યાં ઉપસ્થિત

પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને સમગ્ર સંસદીય મત વિસ્તારમાં ચોમેર આવકાર મળી રહ્યો છે. ત્યારે બુધવારે ગોંડલ શહેરમાં અભૂતપૂર્વ શક્તિ પ્રદર્શન પછી ગુરુવારે ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક સ્વરાજય સંસ્થાઓના સુકાનીઓની મળેલી બેઠકમાં પણ રમેશભાઈને ખુલ્લુ સમર્થન જાહેર કરી દિલ્હીના દરબારમાં જાગૃત પ્રતિનિધિ તરીકે રમેશભાઈ ધડુક જશે તેવો જીતનો આશાવાદ પણ અહીં વ્યકત થયો હતો.FB IMG 1555619222480

ગોંડલમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયમાં ગુરુવારે સાંજે ગોંડલ પંથકના તમામ ગ્રામ્ય વિસ્તારના સુકાનીઓની એક બેઠક યોજાઈ હતી. ઉમેદવાર રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયતના શૈલેષભાઈ ઢોરીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા સહિતની ઉપસ્થિતિમાં રમેશભાઈ ધડુકના સમર્થનમાં યોજાયેલી બેઠકમાં ગોંડલ તાલુકાના મોટા કહી શકાય.IMG 20190419 WA0016

તેવા મોવીયા, સુલતાનપુર, દેરડી કુંભાજી, શિવરાજગઢ, કોલીથડ સહિતના ગ્રામ્ય વિસ્તારોના હાજર ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો સહિતે એક સુરે કહ્યું હતું કે, પોરબંદર લોકસભાની બેઠક માટે ભાજપે ખૂબ જ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. ત્યારે ગોંડલ પંથકના ગામ્ય વિસ્તારોની પણ જવાબદારી વધી છે. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ લોકચાહના મેળવનાર હવે જયારે સંસદની ચૂંટણીમાં ઉમેદવાર બન્યા છે ત્યારે બહુમતીથી રમેશભાઈ ધડુકને વિજય બનાવવા ગામડુ પાછું નહીં રહે અને વધારેમાં વધારે મતદાન થાય તેવા પ્રયાસોથી પણ ગ્રામ્ય વિસ્તારના સુકાનીઓએ ખાતરી આપી હતી.IMG 20190419 WA0017

આ તકે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે પણ કહ્યું હતું કે, આ ચૂંટણી હું નહીં પણ આપણે સૌ લડીએ છીએ અને તેથી જ ગોંડલ શહેરમાં બુધવારે અને ગુરુવારે ગ્રામ્ય વિસ્તારમાં મને ખુલ્લુ સમર્થન મળ્યું છે. તેથી હું પણ ગૌરવ અનુભવું છું. જો કે, પોરબંદર સંસદીય મત વિસ્તારમાં ગોંડલ હોય કે તમામ અન્ય વિસ્તારો પરંતુ વિજયના સંકલ્પ સાથે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાત દિવસ જોયા વગર ભાજપના અગ્રણીઓ, કાર્યકર, સામાજિક આગેવાનો પ્રચારમાં વ્યસ્ત રહે છે તેનો હું દિલથી ઋણી છું અને તમામ મતદારોને એ પણ ખાતરી આપુ છું કે તમારો આ જાગૃત લોકપ્રતિનિધિ મતદારોના પ્રશ્ન માટે કોઈ પાછી પાની નહીં કરે તે ચોકકસ છે.

આ તકે કુરજીભાઈ ભાલાળા, જયંતીભાઈ ઢોલ, ચિરાગભાઈ દુદાણી, ગોપાલભાઈ ભુવા, જયસુખભાઈ કાલરીયા, લક્ષ્મણભાઈ પટેલ, રસીકભાઈ મેર, મોવિયાના સરપંચ વાઘજીભાઈ પડારીયા, ઉપ સરપંચ કુરજીભાઈ વાવડીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.