Abtak Media Google News

પરસોતમભાઈ સોલંકી સિવાયના કોળી સમાજના કોઈ નેતા ઉપડતા નથી: નિમુબેન બાંભણીયાને કેન્દ્રમાં મંત્રી પદ આપી એક કાંકરે અનેક નિશાન સાધ્યા

ગુજરાતમાં વિધાનસભાની 23 બેઠકો પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. સત્તાધારી પક્ષ ભાજપ  પાસે પરસોતમભાઈ સોલંકીને  બાદ કરતા રાજયમાં   હવે  કોળી સમાજ પર  પ્રભાવ પાડી શકે તેવા એક પણ કદાવર  નેતા નથી. કોંગ્રેસમાંથી આયત કરી કોળી સમાજના  નેતાઓને મોટા કરવામાં આવ્યા પરંતુ   તે ધાર્યા પરિણામો  લાવી શકતા નથી. આવામાં  ભાવનગરનાં સાંસદ નિમુબેન  બાંભણીયાને  કેન્દ્ર સરકારમાં  મંત્રી બનાવી ભાજપ એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે.

ગુજરાતમાં  તેમાં પણ ખાસ કરીને  સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું  સારૂ એવું  રાજકીય પ્રભુત્વ છે.  વિધાનસભાની 23 બેઠકો પર કોઈ સમાજના મતદારો જ નિર્ણાયક હોય છે. ભાજપ ગુજરતામાં છેલ્લા 29 વર્ષથી  સત્તા ભોગવી રહ્યું છે. પરંતુ હવે સત્તાધારી પક્ષમાં કોળી સમાજનું નેતૃત્વ કરી શકે તેવા નેતાની ઉણપ વર્તાય રહી છે. છેલ્લા દોઢ દાયકાથી ભાજપ કોળી સમાજમાં સક્ષમ નેતૃત્વની શોધખોળ કરી રહ્યું છે. પરંતુ સફળતા સાંપડતી નથી. બિમાર હોવા છતા આજે પણ પરસોતમભાઈ સોલંકી જ કોળી સમાજના સર્વમાન્ય  નેતા છે.  સૌરાષ્ટ્રની સાત બેઠકો  પૈકી ત્રણ બેઠકો પર ભાજપ દ્વારા  છેલ્લી ત્રણ ટર્મથી કોળી સમાજને  ટિકિટ આપે છે.તેમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ લોકસભા બેઠકનો  સમાવેશ થાય છે.  સુરેન્દ્રનગર બેઠક પર   2014, 2019 અને  2024માં  ઉમેદવારો બદલ્યા છતા સમાજ પર કોઈ પ્રભાવ પાડી શકયા નથી.  કોંગ્રેસમાંથી ભાજપમાં  ભળેલા દેવજી ફતેપરાને ટિકિટ  આપવામાં આવી કોળી સમાજમાં તે ઉપડયા નહી એટલે સરી નામના ધરાવતા ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી  તેઓજીતી ગયા કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા છતા ભાજપને  ધાર્યા પરિણામ મળ્યા નહીં.  ભાવનગર બેઠક પર  ભારતીબેન શિયાળને સતત બે ટર્મ લોકસભાની ટિકિટ  આપી છતા તેઓ કોળી સમાજ પર પોતાનો  પ્રભાવ  છોડી શકયા નહી કોળી સમાજની  વધુ વસતી ધરાવતા જૂનાગઢ બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી રાજેશ ચુડાસમાને ટિકિટ  આપવામાં આવી રહી છે. છતા તેઓ  સમાજમાં સર્વ માન્ય નેતા તરીકે પોતાની  પ્રતિભા ઉભી કરવામાં નિષ્ફળ રહ્યા છે.  કોળી સમાજના કદાવર નેતા ગણાતા કુંવરજીભાઈ બાવળીયાને  પણ ભાજપે કેસરિયો ખેસ પહેરાવી દીધો. રાજય સરકારમાં   કેબિનેટ મંત્રી પણ બનાવ્યા છતા ભાજપને  જે પ્રભાસ ઉભો કરવો હતોતે ઉભો કરી શકયા નથી. છેલ્લા ઘણા વર્ષોથી પરસોતમભાઈ સોલંકી જ  કોળી સમાજમાં સર્વમાન્ય અને સર્વ સ્વિકૃત  નેતા છે. જેના કારણે ભાજપે તેઓને યથાયોગ્ય સ્થાન આપવું પડે છે. છેલ્લા ઘણા સમયથી પરસોતમભાઈ બિમાર હોવા છતા  રાજય સરકારમાં મંત્રી તરીકે  જવાબદારી નિભાવી રહ્યા છે. આટલું જ નહી ભાજપ માટે તેઓદર વખતે સંકટ મોચનની ભૂમીકા અદા કરે છે. અનેક શારીરીક તકલીફો છતા પરસોતમભાઈ ભાજપ માટે  હંમેશા ‘પરસોતમ’ની ભૂમીકામાં સતત ખડે પગે હોય છે. કોળી સમાજમાં તેઓની હરોળના નેતા મળવા ભાજપ માટે મહામૂશ્કેલ બની ગયું છે.

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે આ વખતે  ભારતીબેન  શિયાળના  સ્થાને નિમુબેન બાંભણીયાને ટિકિટ આપવામાં આવી હતી તેઓ રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા છે. ગુજરાતમાંથી એક માત્ર મહિલા સાંસદ નિમુબેનનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના દરેક નિર્ણય પાછળ મોટા સમીકરણો રચાતા હોય છે.  નિમુબેનને ટિકિટ  આપી ભાજપે એક કાંકરે   અનેક પક્ષીઓને  માર્યા છે. સૌરાષ્ટ્રના લોકસભાના બે સાંસદોને  કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

અનેક પ્રયાસો કરવા છતાં  ભાજપ કોળી સમાજમાં  નવી અને મજબુત નેતાગીરી ઉભી કરવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે પ્રથમ વખત જ સાંસદ તરીકે  ચૂંટાયેલા નિમુબેન બાંભણીયાને કેન્દ્રીય મંત્રી મંડળમાં રાજય કક્ષાના મંત્રક્ષ બનાવવામાં આવ્યા છે.  ભાજપ દ્વારા  હવે કોળી સમાજમાં નવા નેતાગીરી ઉભી કરવાના   પ્રયાસ શરૂ કર્યા છે. માત્ર પોતાના  અંગત સ્વાર્થને  સંતોષતા  હોય તેવા નેતા નહી પરંતુ   સમાજમાં પરસોતમભાઈ  સોલંકી જેવી સર્વ સ્વિકૃતી ધરાવતા મજબૂત આગેવાન ઉભા કરવાની ખોજ શરૂ કરવામાં આવી છે. કોળી સમાજમાંથી આવતા  દરેક આશાસ્પદ  નેતાઓને  ભાજપ દ્વારા  મોટા બનાવવાના  પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ તેઓ સમાજમાં ઉપડતા નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.