ભુજમાં જિલ્લાના તાલુકા પ્રમુખો, આગેવાનોની બેઠક સંબોધતા અબડાસાના અગ્રણી
ભાજપની પ્રજાવિરોધી જાતિઓ અને પ્રજા માટે વિશ્ર્વાસઘાત જ તેના પતનનું કારણ બને તેમ અબડાસા વિધાનસભા વિસ્તારના ઇન્ચાર્જ ડો. સી.જે. ચાવડાએ તાલુકા પ્રમુખોની બેઠકને સંબોધતા જણાવ્યું હતું.
અબડાસા પેટા ચુંટણીમાં વાગી રહ્યા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે કમર કસી લીધી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ તળે તાલુકા પ્રમુખો, વિપક્ષી નેતા જીલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ટીમ વર્કથી ભાજપના અરાજકતાના કિલ્લાઓ ઘ્વસ્ત કરવા આગેકુચ કરી રહ્યાં છે.
અબડાસા પેટા ચુંટણીની તૈયારીના ભાગરુપે વિધાનસભા ઇન્ચાર્જ ડો. સી.જે. ચાવડાની ટીમ પણ તમામ સ્તરે તલસ્પશી ઓબઝવેશન કરી કોંગ્રેસ પક્ષ વધુને વધુ મતોની સરસાઇથી જીતે તે દિશામાં નકક કામગીરીનો આરંભ કર્યો છે. જેના ભાગરુપે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રહિ જાડેજા તથા ડો. સી.જે. ચાવડાની ઉ૫સ્થિતિમાં સરકીટ હાઉસ ભુજ મઘ્યે જીલ્લા પંચાયત બેઠકના પ્રદેશ નિયુકત પ્રતિનિધિઓ તથા અબડાસા, લખપત, નખત્રાણાના તાલુકા પ્રમુખોની અગત્યની મીટીંગ યોજાઇ હતી.
ડો. સી.જે. ચાવડા, જિલ્લા નીરીક્ષક હીરાભાઇ જોટવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમાર, ભચુભાઇ આરેઠીયા સહ ઇન્ચાર્જ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલની ઉ૫સ્થિતિમાં અગત્યની મીટીંગ યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયત બેઠક પ્રભારીઓ રવિન્દ્ર ત્રવાડી (મોથાળા), અરજણભાઇ ભુડીયા (નખત્રાણા), ભાવનોબન ગોર (નિરોણા) દિનેશ માતા (દયાપર), રફીક મારા (વાયોર) ભરત ઠકકર (વીથોણ) તથા તાલુકા પ્રમુખો સર્વ ઇકબાલ મંધરા (અબડાસા) રાજેશ આહીર (નખત્રાણા) પી.સી. ગઢવી (પ્રતિનિધિ, લખપત) વિ. ઉપસ્થિત રહી સુચનો કર્યા હતા.
આ પ્રસંગે મીટીંગની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ જાડેજાએ આવકારી મીટીંગની રૂપરેખા સમજાવી સૌને આવકાર્યા હતા. અબડાસા બેઠક ઇન્ચાર્જ ડો. સી.જે. ચાવડાએ અબડાસા બેઠકમાં કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ સરસાઇ મળે અને તમામ આગેવાનો કાર્યકરોની મહેનતથી ભાજપનાં ભ્રામક પ્રચારને પરાસ્ત કરવાનો મોકો પુન: પ્રાપ્ત ગયેલ છે. ઉપરાંત પ્રજા સાથે દ્રોહ કરી પ્રજા નાણાનો વેડફાટ કરનારને પ્રજા કયારેય માફ નહી કરે અને અબડાસાની ધીંગીધરા પણ માફ નહિ કરે. જેથી કાર્યકરો આગેવાનોને સંકલન સૌથી બમણી તાકાતથી નીડર થઇભાજપ સાથે લડવા આહવાન સાથે તમામ સહયોગ સહકારની ખાતરી આપી હતી. ઉપરાંત પ્રવકતા જયરાજસિંહ પરમાર જિલ્લા પ્રભારી હીરાભાઇ જોટવા, સહ ઇચ્નાર્જ ભચુભાઇ આરેઠીયા વી.કે. હુંબલ વિ. એ સુચનો કરી વધુમાં વધુ સરસાઇથી જીત મેળવવા કામે લાગી જવા જણાવ્યું હતું.
કચ્છ જિલ્લામાં આવેલા સી.જે. ચાવડાની કચ્છ મુલાકાત વખતે જિલ્લાના આગેવાનો નવલસિંહ જાડેજા, નરેશભાઇ મહેશ્ર્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, હઠુભા સોઢા, ધોળુ અશરફશા સૈયદ, અશ્ર્વિનભાઇ રૂપારેલ, રામદેવસિંહ જાડેજા આરબ જત, વિશનજી પાચાણી, આદમ લંગાય, માવજીભાઇ મહેશ્ર્વરી વિગેરેએ સૌજન્ય મુલકાતો લીધી હતી સમગ્ર આયોજન વ્યવસ્થા સંકલન ધીરજ રૂપાણી અંજલી ગોરે સંભાળ્યું હતું તેમ જિલ્લા પ્રવકતા દીપક ડાંગરે જણાવ્યું હતું.