પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રશ્ર્નોની વિચાર વિમર્શ
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ૩૯માં સ્થાપના દિન નિમિતેમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની અધ્યક્ષતામાં અને જીલ્લા ભાજપા પ્રમુખ ડી.કે.સખીયા મહામંત્રી સર્વ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશપ્ર ઉપપ્રમુખ જશુમતીબેન કોરાટ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખઓ પરસોતમભા, સાવલીયા ભુપતભાઈ ડાભી, ઈન્દ્રજીતસિંહ ચુડાસમા સીમાબેન જોશી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા જીલ્લા મંત્રી જીજ્ઞાબેન પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ ગણપતસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ સેખલીયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પ્રભારી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ ભાજપાના સ્થાપના દિન નિમિતે સહુ પ્રજાજનો અને કાર્યકર્તાઓને અભિનંદન આપતા જણાવ્યું હતુ કે, ભારતીય જનતાપાર્ટીની સ્થાપના ૧૯૮૦થી આજ સુધી ભાજપાની સંઘર્ષયાત્રા થકી ભાજપના અનેક કાર્યકર્તાઓનો સિંહફાળો રહ્યો છે. અને તેના અથાગ પરિશ્રમના કારણે આજે આપણે સત્તા મેળવીને ભાજપાનો ઉદેશ્ય હંમેશા સત્તા નહિ સત્તાના માધ્યમથી સેવા એજ એમનો ઉદેશ્ય રહ્યો છે.
આ તકે.ડી.કે. સખીયાએ તેમના ઉદબોધનમાં કાર્યકર્તાઓને અભિનંદન આપતા જણાવ્યું હતુ કે ભાજપાનો પ્રત્યેક કાર્યકર સૈનિક છે.જયારે પણ માં ભારતીની હાકલ પડે ત્યારે ભાજપાનો કાર્યકર હાજર હોય છે. ભાજપાએ ગુજરાતમાં સ્વચ્છ અને સુશાસન આપીને દેશ અને દુનિયામાં ગુજરાત રોલ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ભાનુભાઈ મેતાએ કર્યું હતુ આ તકે તેઓએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારએ કરેલા વિકાસ કાર્યોની જાણ આપતા કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું હતુ કે કોંગ્રેસએ દેશમાં ભાગલાવાદીની રાજનીતિ અપનાવીને દેશની એકતા અને અખંડીતતાને તોડવાના જ પ્રયત્ન કર્યા છે. જે કોઈ કાળે પ્રજા તેના આવા કરતૂતો સ્વીકારશે નહિ ભાજપ મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને લોકતંત્રના વિશ્ર્વાસ રાખીને સત્તાના માધ્યમથી અવિરત સેવા કરીને છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું જ ભાજપાનું એક લક્ષ્ય છે. પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ હોદેદારોની બેઠક યોજાઈ હતી. આ તકે રાજકોટ જીલ્લાનાં પ્રશ્ર્નો અંગેની સવિસ્તૃત ચર્ચાઓ કરી શકય એટલા પ્રશ્ર્નોનું સ્થળ પર નિરાકરણ લાવી ઉષ્માભરી બેઠક યોજાઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,