ડો.શ્યામાપ્રસાદ મુખરજી શહિદ દિન બલિદાન દિવસે 1,000 બોટલ રક્ત એકત્રિત કર્યા બાદ 29મીએ ફરી હજાર બોટલનું લક્ષ્ય સિદ્વ કરાશે: કિશન ટીલવા
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને મારૂતિ નંદન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મવડીના સંયુક્ત ઉપક્રમે ડો.શ્યામાપ્રસાદ મુખરજી શહિદ દિન બલિદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પની હારમાળામાં યુવા મોરચાના પ્રથમ કેમ્પમાં હજાર બોટલ રક્ત એકત્રિત કર્યા બાદ 29મીના બુધવારે સવારે 7 થી 2 સોરઠીયાવાડી પરિવારની વાડી મવડી બાયપાસ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં પણ એક હજાર બોટલ રક્તનું લક્ષ્ય સિદ્વ કરાશે તેવો વિશ્ર્વાસ ‘અબતક’ની મુલાકાતે આવેલા ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ કિશનભાઇ ટીલવા, મારૂતિ નંદન ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ સોરઠીયા, ખોડાભાઇ સોરઠીયા, નવલભાઇ મેઘાણી, જયેશભાઇ હરસોડા, અંકિતભાઇ સોરઠીયા, પંકજભાઇ સોરઠીયા, વિશાલ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર વોર્ડ નં.11 તથા મારૂતિનંદન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 29/06/2022ને બુધવારે સવારે 7 કલાકથી બપોરે 4 વાગ્યા સુધી સોરઠીયા પરિવારની વાડી મવડી બાયપાસ રોડ રાજકોટ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
. આ દીપ પ્રાગટ્ય સવારે 10 વાગ્યે સદ્ગુરૂ સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવશે. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઇ રૂપાણી, ડો.ભરતભાઇ બોઘરા, અરવિંદભાઇ રૈયાણી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ગોવિંદભાઇ પટેલ, પ્રશાંતભાઇ કોરાટ, ઉદયભાઇ કાનગડ, પ્રદીપભાઇ ડવ, નીતિનભાઇ ભારદ્વાજ, રાજુ ભાર્ગવ, જયેશભાઇ રાદડીયા, ભુપતભાઇ બોદર, જયેશભાઇ બોઘરા, કમલેશભાઇ મીરાણી, વિજયભાઇ કોરાટ, ધીરૂભાઇ સોરઠીયા, ધનસુખભાઇ ભંડેરી, જશ્મીન પીપળીયા, મગનભાઇ સોરઠીયા, વિનુભાઇ સોરઠીયા, નવલભાઇ મેઘાણીની પ્રેરક ઉ5સ્થિતિ રહેશે. આ સમગ્ર કાર્યક્રમ માટે અંકિતભાઇ એમ સોરઠીયા એ જહેમત ઉઠાવી રહ્યા છે. આ મહારક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેંક, જીવનદીપ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંક પોતાની સેવાઓ આપશે.