કોટડા સાંગાણી તાલુકા ભાજપની કારોબારી બેઠક સંપન્ન
કોટડાસાંગાણી તાલુકા ભાજપાની કારોબારી બેઠક તાલુકા પ્રમુખ અરવિંદભાઇ સિંધવની અધયક્ષતામાં યોજાઇ હતી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા તથા વાલી તથા વિસ્તારક પ્રકાશભાઇ સોની ખાસ ઉપસ્થિત રહે અપેક્ષિત કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજય સરકારને કરેલા વિકાસ કાર્યો અને આવનારી ચુંટણીની રણનીતી અંગેનું માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આ બેઠકમાં જીલ્લા ભાજપ મંત્રી વિનુભાઇ પરમાર, મનહરભાઇ બાબરીયા, કોટડાસાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી અમીતભાઇ પડાળીયા તથા સહદેવસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, ધીરુભાઇ કોરાટ, જગુભાઇ કોરાટ, રમેશભાઇ સિંધવ, શૈલેશભાઇ વઘાસીયા, ઘનશ્યામભાઇ મકવાણા, જગુભાઇ માંજરીયા, હરેશભાઇ પટોળીયા, મનસુખભાઇ ગજેરા સહીતના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
આ કારોબારીમાં અરવિંદભાઇ સિંધવએ ઉ૫સ્થિત સહુનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ભાજપનો પ્રત્યેક કાર્યકર ચુંટણીલક્ષી નહી પરંતુ પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર છે. આગામી ચુંટણીમાં તમામ બુથમાં ભાજપ જંગી લીડથી સરસાઇ પ્રાપ્ત કરશે તેવી ખાત્રી આપી હતી.
આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાએ ઉ૫સ્થિત કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના નેતૃત્વમાં ચાલતી પ્રગતિશીલ સરકારના પ્રજાલક્ષી બાબતોએ ખુબ જ ઝડપી નિર્ણયોને કારણે દેશ જેટ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે ભાજપનો પ્રત્યેક કાર્યકર સરકારએ વિકાસલક્ષી કરેલા કાર્યોને જન જન સુધી પહોચાડીને ભાજપાનો પ્રત્યેક કાર્યકર બુથ જીતવાની હરીફાઇ કરે આ વખતે ભાજપાની જીત નકકી છે પરંતુ આપણે જંગી લીડથી જીતવું છે.
આ તકે પ્રકાશભાઇ સોનીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસએ ૬૦-૬૦ વર્ષ સુધી ભ્રષ્ટાચારનો ભોરીંગ કરી ખાઇ બનાવી દીધી છે. જે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિને કારણે આજે દેશ સમગ્ર વિશ્ર્વમાં ભારત માન-સન્માન અને ગૌરવ સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.ે