પૂર્વ તૈયારીનાં ભાગરૂપે મેયર બંગલે બેઠક મળી: આજે વોર્ડ વાઈઝ મીટીંગ.
રાષ્ટ્રઅપિતા મહાત્મગાંધીજીએ રાજકોટ ખાતે જે શાળામાં અભ્યાસ કર્યો છે તે શાળાને ઈન્ટરનેશનલ કક્ષાનું મ્યુઝીયમ બનાવેલ છે તેના લોકાપર્ણ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૩૦ના રોજ રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં ફરી રોડ શો જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી,ક નીતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારીયા, અંજલીબેન રૂપાણી, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ભીખાભાઈ વસોયા, અશ્ર્વીન મોલીયાની ઉપસ્થિતિમમા મેયર બંગલા ખાતે પૂર્વ તૈયારીના ભાગરૂ’પે એક બેઠક યોજાઈ હતી.
જેમાં પ્રારંભે સાંધીક ગીત મનીષ ભટ્ટે અને સંચાલન દેવાંગ માંકડે કયુર્ંં હતુ. અંતમાં આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી. આ બેઠકમાં ગોરધનભાઈ ઝડફીયા, કમલેશ મિરાણી, નીતીન ભારદ્વાજે જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીજીએ રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે અભ્યાસ કર્યો છે.
તે સુખદ સંભારણાને લોકમાનસમાં જીવંત રાખવા ઈન્ટરનેશનલ કક્ષાનું મ્યુઝીયમ બનાવેલ છે તેના લોકાપર્ણ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના આ આગમનને વધાવવા અને તેના રાજકોટ ખાતેના પ્રવાસને યાદગાર બનાવવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને શહેરભરમાં બેનર, હોડીંગ્સ, ઝંડી, ઝંડા લગાડી કેસરીયો માહોલ બનાવવામાં આવશે. તે અંતર્ગતક આજે શહેરભરના તમામ વોર્ડમાં બેઠકો યોજવામાં આવશે.