હાલના સમયમાં સોશિયલ મીડિયાનું મહત્વ ખૂબ વધી રહ્યુ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આજે વિશ્વના ખૂણે ખૂણે માહિતી ઝડપથી મોકલી શકાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સોશિયલ મીડિયાને ખૂબ પ્રાઘાન્ય આપતા રહ્યા છે જેના કારણે દેશમાં આજે ટેકનોલોજી અને ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. ભાજપ યુવા મોરચા દ્વારા આયોજીત સોશિયલ મીડિયા યુથ સમિટ નું આયોજન કરાયું હતું. આ તકે કાર્યક્રમમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા યુવાનો માટે એક ગીત તૈયાર કર્યુ છે જેનું લોન્ચિંગ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ યુવા કાર્યકરોમાં ઉર્જાનો સંચારરૂપ સંબોધન કરી માર્ગદર્શન આપતા જણાવ્યું કે, યુવા મોરચાના કાર્યકરો લોકોને સાચી વાત કહેવાની ટેવ પાડે. વિરોધી પાર્ટીઓ પાસે દેશની જનતાને આપવા માટે કશું નથી તેના કારણે નેગેટીવ પ્રચાર કરતા હોય છે. ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓ તેમને કોસવાનું કામ કરે છે. સોશિયલ મીડિયા થકી વિરોધી રાજકીય પાર્ટીઓને કેવી રીતે જડબાતોડ જવાબ આપવામાં આવે તે અંગે માર્ગદર્શન આપ્યું. યુવા મોરચાના કાર્યકરોને વિનંતી છે કે દાવાનળની જેમ ફેલાઇ જવું જોઇએ કેમ કે આગ તો કાબુમાં આવી શકે દાવાનળ ક્યારેય ન આવી શકે અને દાવાનળમાં જે પણ આવે તેમાં વિરોધીઓને ભસ્મીભૂત કરવા જોઇએ.
વિપક્ષ પાસે નેગેટીવ પ્રચાર કરવા સિવાય કશું નથી ભાજપના કાર્યકરો લોકોને સાચી હકિકતથી વાકેફ કરે: પ્રદેશ અઘ્યક્ષ
યુવા મોરચાના કાર્યકરો સોશિયલ મીડિયાના માધ્યમથી એક યોદ્ધા તરીકે કામ કરે: ડો.પ્રશાંત કોરાટ
પાટીલએ વધુમાં જણાવ્યું કે, યુવા મોરચો સોશિયલ મીડિયાના માધ્યમથી સૌથી વધુ કામ કરનારા, લોકોને ઉપયોગી થાય તેવી વિવિધ જનકલ્યાણી યોજનાઓ બનાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કામનો હિસાબ સોશિયલ મીડિયાના માધ્મયથી લોકો સુધી પહોંચે તેની જવાબદારી યુવા કાર્યકરોએ લેવી જોઇએ. કાર્યકરો પાસે માહિતીઓનું ખૂબ મોટુ ભાથુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર રેલ્વમાં ખૂબ મોટી ક્રાંતિ લાવ્યા છે.
કોંગ્રેસની સરકારમાં એક સ્ટોપેજ મેળવવું હોય તો ખૂબ તકલીફ પડતી,નિરાશા હાથ લાગતી. વંદે ભારત ટ્રેન અંગે કાર્યકરો સમજે અને લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે. કોંગ્રેસના સમયમાં રેલ્વેની મુસાફરી સૌથી કંટાળાજનક હતી. નમો એપ થકી સોશિયલ મીડિયામાં માહિતી કેવી રીતે પહોંચાડવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું. કોંગ્રેસના સમયમાં પહેલા યોજના કાગળ પર બનતી ભ્રષ્ટાચાર થતો પરંતુ આજે યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઇ વચોટીયો ન આવે તેની ચિંતા કરી 180 જેટલી યોજના મોદી સરકારે બનાવી છે.
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા જનતા માટે બનાવેલ યોજનો લાભ કેવી રીતે અપાવવો તે અંગે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું. યુવા મોરચાના કાર્યકરો દ્વારા બલ્ડ કેમ્પ થકી ખૂબ મોટી સેવા લોકોની કરે છે અને આખા દેશમાં દરેક રાજયમાં લોહિની જરૂરીયાત છે તેમાં ગુજરાતમાં લોકોની જરૂરિયાના 90 ટકા બલ્ડ યુવા મોરચાના કાર્યકરોના કેમ્પ થકી મળી રહે છે તેનો ગર્વ છે. સોશિયલ મીડિયાના કાર્યકરો સરકારની તેમજ સંગઠનની માહિતી કેવી રીતે રજૂ કરે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું કે, જેમના કુશળ નેતૃત્વમાં આજે પાર્ટી દરેક મોર્ચે વિજય બની રહી છે અને સંગઠન મજબૂત થઇ રહ્યુ છે આવનાર સમયમાં યુવા મોરચાના કાર્યકરો સોશિયલ મીડિયાના માધ્યમથી એક યોદ્ધા તરીકે કામ કરે.વૈશ્વીક નેતા અને વિકાસ પુરુષ એવા ગુજરાતના પનોતા પુત્ર અને કર્મઠ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને રાજયમાં ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા તૈયાર કરાયેલ વિવિધ જનહિત યોજના તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના માર્ગદર્શનમાં થયેલ સંગઠન લક્ષી કાર્યો અને રાજયમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં થયેલ વિવિધ સેવાકીય કાર્યો જન જન સુઘી પહોંચે.
દેશમાં વિરોધી રાજકીય પાર્ટીઓનું જે મહાઠગ ગઠબંઘન થયું છે તેને સોશિયલ મીડિયા થકી જડબાતોડ જવાબ આપવમાં આવશે. વિરોધી પાર્ટીઓ દ્વારા જે ભ્રમક પ્રચાર કરી રહ્યા છે તેને યુવા મોરચાના કાર્યકરો જવાબ આપશે. આજની આ સમિટ આવનાર સમયમાં કાર્યકરો દ્વારા સરકારની યોજના અને સંગઠન લક્ષી કાર્યો ની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવશે.