• વિધાનસભા-71ના મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં કાર્યક્રરોને માર્ગદર્શન આપતા કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા
  • ભાજપ પ્રમુખ મુકેશ દોશી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ સહિતના અગ્રણીઓએ રૂપાલાને ઐતિહાસિક જીતથી વિજયી બનાવવા કર્યુ આહવાન

રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બને તે માટે ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર,સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડ થી લઈ બુથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યર્ક્તાઓના પિરશ્રમ થકી સજજડ માઈક્રોપ્લાનીંગથી કરવામાં આવે છે.

ત્યારે શહેરની ચારેય વિધાનસભા મત વિસ્તારમાં સધન ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદૃઢ કરી પ્રચાર-પ્રસાર કાર્ય અને લોક્સંપર્કને વધુ વેગવંતો બનાવવા  વિધાનસભા વાઇઝ કાર્યાલય કાર્યરત કરવામાં આવનાર હોય તે અંતર્ગત વિધાનસભા-71ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ તકે પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવેલકે વર્ષ-2024ની આ લોક્સભાની ચૂંટણી ઐતિહાસિક છે.  ભારતના ભાગ્ય વિધાતા, યુગપુરૂષ,  અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 18મી લોક્સભાના ચૂંટણી થવાની છે.

આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ અંતર્ગત તમને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ કે નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરજીને બંધારણમાં બક્ષ્ોલ સામાજિક સમરસતા, નાગિરકોને ન્યાય અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે તેના માટે અમલવારી કરી છે અને રાષ્ટ્ર અને લોક્સેવા માટે રાત-દિવસ સખત મહેનત કરી રહયા છે.

આ તકે પૂર્વ મંત્રી આર.સી. ફળદુએ જણાવેલ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનકાળમાં દેશ એ વિકાસની હરણફાળ ભરી છે. લોકોની સુખાકારી અને સગવડતામાં વધારો થયો છે. ત્યારે નરેન્દ્રભાાઈ મોદીને ત્રીજી ટર્મમાં શાસનની ધુરા સોંપવા અને સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે દેશના નાગિરકો આગળ વધી રહયા છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા પ્રબળ પુરૂષાર્થ કરીને રાષ્ટ્રનિર્માણના પાયાના કામમાં આપણે સૌ સહભાગી બનીએ એ જ આજના દિવસોનો સંકલ્પ કરીએ.

આ  તકે રૂપાલાજીએ ડો. બાબાસાહેબ આંબેડકરજીને જન્મજયંતિ પ્રસંગે સ્મરાંજલી અર્પી હતી.

આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડો. પ્રદિપ ડવએ કરેલ. અંતે આભારવિધિ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ કરેલ. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરમા સહિતના અગ્રણીઓ ઉ5સ્થિત રહ્યા હતા.

વિધાનસભા-68ના મઘ્યસ્થ કાર્યાલયનું દબદબાભેર ઉદઘાટન

ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર ધ્વારા આગામી લોક્સભાની ચૂંટણીમાં રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બને તે માટે ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર,સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડ થી લઈ બુથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યર્ક્તાઓના પિરશ્રમ થકી સજજડ માઈક્રોપ્લાનીંગથી કરવામાં આવે છે.

ત્યારે શહેરની ચારેય વિધાનસભા મત વિસ્તારમાં સધન ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદૃઢ કરી પ્રચાર-પ્રસાર કાર્ય અને લોક્સંપર્કને વધુ વેગવંતો બનાવવા  વિધાનસભા વાઇઝ કાર્યાલય કાર્યરત કરવામાં આપી હતી.  તે અંતર્ગત વિધાનસભા-68ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે શહેરના વોર્ડ-4,પ અને વોર્ડ-16ના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યર્ક્તાઓએ ભાજપમાં જોડાઈને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કેસરીયો ખેસ ધારણ ર્ક્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ તમામ કાર્યર્ક્તાઓને ભારતીય જનતા પાર્ટીમા આવકાર્યા હતા.

કેટરીંગ મંડપ અને સાઉન્ડ એશો. દ્વારા સ્નેહમિલનમા: પરષોતમ રૂપાીાને ફુલડે વધાવાયા

રાજકોટમાં શહેરના કણકોટ ખાતે  પહલ પાર્ટી પ્લોટ ખાતે કેટરીંગ મંડપ ઈવેન્ટા લાઈટ અને સાઉન્ડ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે એક સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યકમમાં અતિથિવિશેષ તરીકે રાજકોટ લોક્સભા-10ના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂ5ાલ ઉપસ્થિત રહયા હતા.

આ તકે રૂપાલાજીએ એસોસીએશનના સર્વે સભ્યોને શુભકામના પાઠવતા કેન્દ્ર સરકારની વિવિધ વેપાર ઉદ્યોગ સહિતની સ્વરોજગારલક્ષી યોજનાઓની જાણકારી આપી વ્યવસાયના ઉત્કર્ષ માટે લાભ લેવા અનુરોધ ર્ક્યો હતો.

વિવિધ સમાજનો પરષોતમ રૂપાલાને વ્યાપક સમર્થન

રાજકોટના નવા રીંગ રોડ સ્થિત દિવાળી બાગ પાર્ટી પ્લોટ લોન્જ ખાતે રાજકોટ ખાતે ધંધા-વ્યવસાય અર્થે રહેતા અમરેલી જીલ્લાના વતની એવા વિવિધ સમાજ જ્ઞાતિઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં અમરેલી જીલ્લાના વતની અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાનું સન્માન અને મોટી લીડથી ચુંટી કાઢવા સમર્થન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને સહકારી અગ્રણી તેમજ રાષ્ટ્રીય ઇફકોના ચેરમેન દીલીપભાઇ સંઘાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મમમાં દેશનું સુકાન સંભાળે અને તેમના હાથ મજબુત કરવા આપણા અમરેલીના સપુત અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા જંગી લીડથી ચૂંટાય અને તે માટે સામુહિક પ્રયાસો કરવા જણાવેલ હતું.

તેમણે ઉમેર્યુ કે નરેન્દ્રભાઇ મોદી ત્રીજી ટર્મમાં દેશને વિશ્વના ત્રીજા નંબરના અર્થતંત્ર સ્થાને લઇ જવા અને ર047 સુધીમાં દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવા સંકલ્પ લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.