પાલિકાના 11 વોર્ડની 43 બેઠકો પૈકી મત ગણતરીમાં વોર્ડ નં-1,2 અને 7માં ભાજપની પેનલનો વિજય
વલસાડ જિલ્લાની વાપીનગરપાલીકાના 11 વોર્ડની 43 બેઠકો માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં ભાજપ બહુમતી સાથે જીત તરફ આગળ ધપી રહ્યું છે. બે વોર્ડની મતગણતરી પૂર્ણ થવા પામી છે. જેમાં બંને વોર્ડની આઠેય બેઠકોપર ભાજપના ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો હરિફ ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા છે.
વાપી નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજવાની હતી. જે પૈકી 1 બેઠક બિનહરીફ જાહેર થવાના કારણે ગત રવિવારે 43 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું હતુ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યું છે. વોડ નં.1, વોર્ડ નં.2 અને વોર્ડ નં.7માં ભાજપની પેનલ વિજેતા બની છે.બહુમતી માટે 23 બેઠકો જરૂર છે.જેની સામેભાજપ 13 બેઠકો જીતી ચૂકયું છે. અને બહુમતીથી માત્ર 10 બેઠકો જ દૂર છે.
અન્ય વોર્ડની મતગણતરીમાં પણ ભાજપના ઉમેદવારો નજીકના ઉમેદવારોથી સારી એવીલીડ સાથે આગળ હોય ભાજપની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વ પાલિકામાં ભાજપની જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહનો સંચાર થયો છે.