સવારે 11 વાગ્યા સુધીમાં 7 બેઠકોનું પરિણામ જાહેર, 5 બેઠકમા કેસરિયો છવાયો, બે બેઠક કોંગ્રેસે કબ્જે કરી અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો ઉપર ભાજપે જીત ભણી છે. સવારે 11 વાગ્યા સુધીમાં 7 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં 5 બેઠકો ઉપર ભાજપનો કેસરિયો છવાઈ ગયો છે. જ્યારે બાકીની બે બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હોવાનું પરિણામમાં જાહેર થયું છે.
જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો હતો.36 બેઠકો માટે સવારથી જ ક્રમશ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બેડી બેઠક ઉપર ભાજપના સુમિતાબેન ચાવડા બેડલા બેઠક ઉપર ભાજપના સવિતાબેન ગોહેલ, ખેરડી બેઠક ઉપર ભાજપના નિલેશ પીપળીયા, કસ્તુરબાધામ બેઠક ઉપર ભુપતભાઈ બોદર, આણંદપર બેઠક ઉપર કોંગ્રેસના અને નયનાબેન બાળોન્દ્રા કોટડા બેઠક ઉપર અર્જુન ખાટરીયાનો વિજય થયો છે. હાલ બાકીની બેઠકોની મતગણતરી ચાલુ છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ જીત તરફ જઈ રહ્યું છે. જિલ્લા પંચાયતમાં ભાજપનું સાશન સ્થપાય તેવા ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં વર્ષ 2015માં કોંગ્રેસના ભાગે 34 બેઠકો આવી હતી.ભાજપને ફાળે માત્ર બે જ બેઠકો આવી હતી. આમ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પણ હવે આ ચૂંટણીમાં આજે જનાદેશ જાહેર થનાર છે. સવાર સુધીનું ચિત્ર જોતા ભાજપ જિલ્લા જિલ્લા પંચાયત કબ્જે કરે તેવું લાગી રહ્યું છે. જો કે મહાપાલિકાની જેમ જિલ્લામાં પંચાયતમાં કોંગ્રેસનો મહાપાલિકાની જેમ ધબડકો થાય તેવી શકયતા નહિવત જેવી છે. કોંગ્રેસ બરાબર રીતે ફાઈટ આપે તેવું લાગી રહ્યું છે.હાલ તો જિલ્લા પંચાયતનું આખું પરિણામ જાહેર થાય તેવી સમગ્ર જિલ્લામાં આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. અત્યાર સુધીના જાહેર થયેલા પરિણામોને પગલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને એક સમયે કોંગ્રેસની નાવને ડૂબતી બચાવવામાં મસીહા સાબિત થનારા અર્જુનભાઇ ખાટરીયાએ વિજય મેળવ્યો છે. બીજી બાજુ ભાજપના મુખ્ય ઉમેદવાર એવા કસ્તુરબા ધામના ભુપતભાઇ બોદરે પણ વિજય હાંસલ કર્યો છે. હાલ ભાજપ ટ્રેન્ડમાં રહ્યું છે સામે કોંગ્રેસ પણ બરાબર ફાઇટ આપી રહ્યું છે. સાંજ સુધીમાં સમગ્ર જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થઇ જનાર છે.