જૂનાગઢ જિલ્લા પંચાયતની 1, કેશોદ નગરપાલિકાની 1 અને 9 તાલુકા પંચાયતમાં 3 બેઠક બિનહરીફ જાહેર થઈ છે

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ તમામ બેઠકો પર આગળ છે ત્યારે સવારથી જ જૂનાગઢની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની સીટમાં મત ગણતરી શરૂ થઈ છે અને સાંજ સુધીમાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે ત્યારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ હતું. જેમાં જૂનાગઢની 4 સીટ પર ભાજપ અને 3માં કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. ભારે ઉત્તેજનાભર્યા માહોલમાં જૂનાગઢના ઉમેદવારોની મત ગણતરીનો પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 3, કોંગ્રેસને 27 બેઠક મળી હતી. જૂનાગઢની 9 તાલુકા પંચાયતમાં 2015માં 158 બેઠકમાં 33 ભાજપ, 122 કોંગ્રેસ અને 1 બેઠક અન્યને મળી હતી. કેશોદ નગરપાલિકાની 36 બેઠક પર 2015માં ભાજપને 23, કોંગ્રેસને 12 અને 1 બેઠક અન્યને મળી હતી. જો કે હાલની સાંપ્રત સ્થિતિમાં જૂનાગઢમાં તમામ જગ્યા પર ભાજપ આગળ છે.

વાત કરીએ જૂનાગઢ જિલ્લા પંચાયતની તો 11 વાગ્યા સુધીમાં મુકદપુરમાં ભાજપ, બીલખામાં ભાજપ, ડુંગસુરમાં ભાજપ, કોયલીણા જિલ્લા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે અગતરાય અને અજાબ સીટ પર જીત મેળવી છે. બીજી બાજુ વિસાવદર તાલુકાના કાલસારી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની જીત થઈ છે. માણાવદર તાલુકાના કોયલાણી ગામની સીટ પર ભાજપે ભવ્ય જીત મેળવી છે. તેમજ આ ઉપરાંત જૂનાગઢમાં માત્ર એક જ કેશોદ નગરપાલિકા છે જેની મત ગણતરી ચાલી રહી છે અને ભાજપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યાં છે.

આજે સવારથી જ મત ગણતરી સ્થળે મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને ટેકેદારોનો જમાવડો જામ્યો છે અને ચોતરફ કોણ જીતશે ? અને કોણ હારશેની ચર્ચાઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.