પૂર્વ મુખ્યમત્રી નારાયણ રાણે ૧લી સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે કેસરીયો ખેસ પહેરી ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવશે
લોકસભાની ચુંટણી પૂર્વે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ મુકત ભારતના સુત્રને નિરંતર સાર્થકતા મળતી હોય તેમ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના કેસરીયાનો દોર અવિરત આગળ વધી રહ્યો છે. કોંગ્રેસના વધુ એક નેતાના રુપમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે ૧લી સપ્ટેમ્બરથી ભાજપમાં જોડાઇ જશે.
નારાયણ રાણેએ ૧લી સપ્ટેમ્બરે પોતે ભાજપમાં જોડાશે. તેની ગઇકાલે જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છોડયા બાદ નારાયણ રાણેને ભાજપના સમર્થનથી રાજયસભામાં ચુંટાઇ આવ્યા હતા. ત્યારબાદ તેમને મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ પાર્ટી બનાવી જે હાલ એમડીએ નો ભાગ છે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ થોલાપુરમાં ૧લી સપ્ટેમ્બરે સભા સંબોધશે ત્યારે રાણે કેસરીયા કરવાના છે. સાથે સાથે એનસીપી ના ધારાસભ્ય રાણા જગતજીતસિંગ પાટીલ અને સતારાના સાસંદ ઉદયન રાણે ભોસલે પણ જલ્દીથી ભાજપમાં જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓના પ્રયત્નોથી દેશભરમાં કેસરીયો માહોલ જામી રહ્યો છે.