આગામી વિધાન સભાની ચૂંટણીમાં લોકોના વિશ્વાસ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે. આ રેલી 16 ઓગસ્ટથી કાઢવામાં આવશે જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ જોડાશે. 16 થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના કેબિનેટ મંત્રીઓ 19-21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોવિડ ગાઈડ લાઈન નીયમો મુજબ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કરવા જશે.
જન આશીર્વાદ યાત્રામાં 43 મંત્રીઓ જોડાશે. આ દરમિયાન 212 લોકસભા અને 19 હજારથી વધુ કિલો મીટરની યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જન આશિર્વાદ યાત્રા સમગ્ર દેશના 19 રાજયો અને 265 જીલ્લામાંથી પસાર થવાની છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માને છે કે મંત્રી મંડળના દરેક મંત્રીઓ લોકો સાથે સંકળાયેલા હોવા જોઈએ દેરક નાગરીકોને મંત્રીઓ સાથે પોતીકાપણાની ભાવનાઓનો અનુભવ થાયે તે હેતુથી જન આશિર્વાદ યાત્રા નીકાળવામાં આવશે.આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને જન આશીર્વાદ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલાજીએ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય“શ્રી કમલમ”ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મહિતી આપી હતી.
પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે તાજેતરમાં ભારત સરકારની અંદર દેશમા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. સરકારમાં સારુ અને સુદ્રઢ પ્રદર્શન થઈ શકે અને દેશના વિકાસની ઝડપ વધે તેવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. અલગ અલગ વિસ્તાર ,રાજયના વિવિધ સમાજો, યુવાનો અને મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે 50 ટકા નવા ચહેરાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્થાન આપી વિકાસના કામો કરવાની તક આપી છે. 4 પૂર્વ મુખ્યમંત્રી,પાંચ નોર્થ ઇસ્ટમાંથી કેબિનેટની અંદર મિનિસ્ટર ,18 જેટલા એવા મંત્રીઓ છે કે જેઓ ભૂતકાળમાં અલગ અલગ રાજયોની અંદર રાજય સરકારમા મંત્રી તરીકે સેવા બજાવતા હતા .23 મંત્રીઓએ 3 ટર્મથી વધારે સાંસદ તરીકે સેવા આપી છે 39 મંત્રીઓ ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે અલગ અલગ રાજયમા સેવા આપી છે . 46 જેટલા મંત્રીઓ રાજય સરકારમાં રાજય કક્ષાના મંત્રીઓ તરીકે સેવા આપી છે .7 પૂર્વ આઇએસ અધિકારીઓ,6 ડોકટર. અને 5એન્જિયર અને 3માસ્ટર ડિગ્રી ધરાવે છે અને 13 એડવોકેટ અને 68 મંત્રીશ્રીઓ ગ્રેજયુએટ છે તેમ જણાવ્યું હતું .
ઉપરોક્ત તમામ મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ખભેથી ખભો મીલાવી વિકાસના કામ કરશે. સાથે મંત્રીમંડળમાં 27 OBC મંત્રીઓને સ્થાન મળ્યું છે. જેમાંથી 5 ને કેબિનેટની અંદર સ્થાન મળ્યું છે. 12 અનુસુચીત જાતિના મંત્રીઓ બન્યા છે જેમાંથી 2 ને કેબિનેટ અંદર સ્થાન મળ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત 11 મહિલાઓ માંથી 2 મહિલાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 14 મંત્રીઓ એવા છે કે જેમની ઉમંર 50 વર્ષથી ઓછી છે .જેમાંથી 6 યુવા નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કુલ મળી 40 મંત્રીઓ એવા છે કે જેને મોદી સાહેબે દેશના વિકાસના કામ કરવાની તક આપી છે જેમાંથી પાંચ ગુજરાતના પણ નેતા છે જેમાં ગુજરાત ભાજપના પુર્વ મહામત્રી અને પુર્વ અધ્યક્ષ,રાજય સરકારના પુર્વ મંત્રી અને સાંસદ આદરણીય પરષોત્તમ રૂપાલાજી, રાજયસભાના સાંસદડૉ. મનસુખ માંડવીયાજી,સાંસદ દેવુભાઇ ચૈહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્રભાઇ મુંજપુરા, સુરતના લોકપ્રિય સાંસદ દર્શનાબેન જરદોષને વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએમંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે 40 જેટલા નવા ચેહારઓને દેશના અગલ અગલ રાજયોમાંથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ તમામ મંત્રીઓને જનતાના આશીર્વાદ લેવા માટે પોતાના મતવિસ્તાર સિવાય અલગ અલગ વિસ્તારમાં જઇ જન આશિર્વાદ મેળવશે. ગુજરાતના પાંચેય આગેવાનો 16 થી 21 દરમિયાન ગુજરાતની જનતા વચ્ચે જશે જેમા દર્શનાબેન જરદોશની યાત્રા 15મી ઓગસ્ટથી કરમસદ થી શરૂ થશે અને સુરત ખાતે પૂર્ણ થશે, દેવુસિંહ ચૌહાણની યાત્રા 16મી ઓગસ્ટથી પાલનપુરથી શરૂ થશે અને નડિયાદ ખાતે પૂર્ણ થશે, ડૉ. મહેન્દ્ર મુંજપરાજીની યાત્રા પણ 16 ઓગસ્ટથી અમદાવાથી શરૂ થશે અને સુરેન્દ્રનગર ખાતે પૂર્ણ થશે, ડૉ.મનસુખભાઇ માંડવીયાજીની યાત્રા 19 ઓગસ્ટથી રાજકોટથી શરૂ થશે અને ભાવનગર ખાતે પૂર્ણ થશે અને પરષોત્તમ રૂપાલાજીની યાત્રા 19 ઓગસ્ટથી ઉંઝાથી શરૂ થશે અને અમરેલી ખાતે પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.
જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી 26 જીલ્લાંમાં પ્રવાસ કરશે 81 જેટલી વિધાનસભા અને 18 લોકસભા વિસ્તારમા જઇ પ્રજાના આશીર્વાદ મેળવશે .કુલ 2277 કિમીની યાત્રામાં 151 જેટલા સ્થળો પર વિવિધ સમાજો અને સામાજીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવશે. પ્રજા વચ્ચે જઇ ભાજપ સરકારે કોરોનામાં કરેલ કામગીરી સહિત વિકાસના કામોની માહીતી આપશે અને યાત્રાના રૂટમાં આવતા તમામ ધાર્મિક સ્થળોએ દેવી દેવતાઓ સહિત સંતો અને મંહતોના દર્શન કરી આશિર્વાદ મેળવશે.