સતાધારી પક્ષ ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીના સંદર્ભે ગઈકાલે રાજયનાં તમામ 33 જિલ્લાઅને આઠ મહાનગરોનાં પ્રમુખ અને પ્રવકતા સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આગામી દિવસોમાં લોકસભાની તમામ 26 બેઠકોમાં ચૂંટણી સંકલન સમિતિની જાહેરાત કરવામાં આવશે 15 થી 30 જાન્યુઆરી સુધી લોકસભામાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે.
15 થી 30 જાન્યુઆરી સુધી લોકસભા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો પણ શરૂ કરાશે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું . હતુ. બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજય સરકાર જનહિત માટેના કલ્યાણકારી કામનો માહિતી આપી હતી. રાજય સરકાર ગરીબ, છેવાડાના માનવીને પણ સરકારી યોજનાનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે પણ માહિતી રજૂ કરી હતી. હાલ વિકસીત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેનો ખૂબ સારી પ્રતિસાદ મળી રહ્યો છે જેથી સરકાર અને સંગઠન સાથે મળી જનતાને કેવી રીતે સરકારી યોજનાનો લાભ અપાવી શકાય તે અંગે પણ માહિતગાર કર્યા હતા.
આગામી દિવસોમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકો નું આયોજન કરવામાં આવશે આગામી ચાર દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યાર બાદ 5 કે 6 જાન્યુઆરી સુધીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની તૈયારીને ધ્યાને રાખી આજે વિવિધ મોરચાની સંયુકત બેઠક કાર્યાલય ખાતે યોજાશે અને ત્યાર પછી જિલ્લા માં અને મંડળ કક્ષાએ પણ મોરચાની બેઠકોનું આયોજન કરવામાં આવશે. લોકસભા પ્રચાર પ્રસારની ટીમ તૈયાર કરવામાં આવશે જે કેન્દ્રની સુચના પ્રમાણે રાજયમાં પણ પ્રચાર પ્રસારનું કામ કરશે.આવનાર 15 તારીખ થી 30 તારીખ સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિઘાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે .
આવનાર સમયમાં અનુસુચિત જાતિના સત્રસંવાદ, અનુસૂચિત જનજાતિના જનસંપર્ક સંમેલન , ઘર ઘર સંપર્ક અને ઓબીસી સમાજના સંમેલન, કિશાન ગ્રામ
પરિક્રમા અને 26 મી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સરકારી યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટેન પ્રયત્નો મંડળ સ્તર સુધી કરશે. લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.