વલસાડમાં ૧લી સપ્ટેમ્બરે વિપક્ષની રેલી પહેલા જ રાહુલ ગાંધી નોર્વેના પ્રવાસે ઉપડતા પ્રતિસ્પર્ધીઓમાં અચરજ
રાજકીય સ્તરે વિપક્ષની એકતા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગ‚પે ૧લી સપ્ટેમ્બરે ગુજરાતના વલસાડમાં વિપક્ષી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં યોજાનારી આ રેલીને ખેડૂત સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું છે. રાજયસભા ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલ સામે આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યા બાદ હવે કોંગ્રેસે નવું માળખુ રચવા ઉપર ભાર મુકયો છે. તો બીજી તરફ રેલી સહિતના કાર્યક્રમો દ્વારા વિધાનસભા ચૂંટણી પ્રચારની વિધિવત શ‚આત થશે.
રાષ્ટ્રીય વિપક્ષો માટે ગુજરાતમાં કદમ જમાવવા માટેના પ્રયાસોના ભાગ‚પે કિસાન સત્યાગ્રહ રેલીમાં રાહુલ ગાંધી અધ્યક્ષતા કરવાના છે. જો કે આ રેલીના પાંચ દિવસ અગાઉ રાહુલ ગાંધી નોર્વે ચાલ્યા જતા આશ્ર્ચર્ય ઉભુ થયું છે.
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને ઓસલો માટે નોર્વેની સરકાર તરફથી આમંત્રણ મળ્યું છે. જયારે દેશમાં પોતાની જાતને રાજકીય દોડધામથી દૂર કરતા ૧લી સપ્ટેમ્બરે થનારી રેલી બાબતે પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. એક તરફ બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પણ વિપક્ષોની રેલી યોજવાના છે. પરંતુ આ રેલીમાંથી કોંગ્રેસે દુર રહેવામાં જ ભલીવાર માન્ય છે ત્યારે લાલુની રેલીમાં દૂર રહેવા માટે વિદેશ જવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદેશ પ્રવાસના કારણે રાહુલ ગાંધી આગામી બે મહત્વની રેલી ચુકી જાય તેવી સંભાવનાના પગલે પ્રતિસ્પર્ધીઓનું ધ્યાન ખેંચાયું છે.