કોલેજ અને જાહેર સ્થળોએ યુવાનોનો સંપર્ક કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્વે સંગઠનને વધુમજબુત બનાવવા યુવા ભાજપના કાર્યકર્તાઓ કોલેજમાં જઈ યુવાનોને કેસરીયો ખેસ પહેરાવશે. યુવા ભાજપ અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ તેમજ પ્રભારી પંકજભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઇ હતી.
પ્રદેશ મંત્રી અને યુવા મોરચાના પ્રભારી પંકજભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, યુવા મોરચો એ પાર્ટીનો અભિન્ન અંગ છે. જે પ્રમાણે યુવા મોરચાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે યુવા મોરચા દ્વારા નીકળેલ યાત્રાના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. યુવા મોરચાના મોટા ભાગના કાયકર્તાઓ વિસ્તારક તરીકે નીકળી પાર્ટીને પોતાના જીવનનો અમુલ્ય સમય આપે તેવું આહ્વાન કર્યું હતું.
યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યુ હતું કે, જે પ્રમાણે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે નીકળેલ યુવા મોરચા યાત્રા સફળ બનાવવામાં દરેક કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી તેમને નતમસ્તક થઈ વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા. યુવા મોરચા દ્વારા 05 જૂને પર્યાવરણ દિવસ નિમિત્તે મંડલ સહ જાહેર સ્થળ પર વૃક્ષારોપણ કરાશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 08 વર્ષ સુસાશનના પૂર્ણ થાય છે તે નિમિત્તે યુવા મોરચાના કાર્યકર્તાઓ તા 05 થી 11 દરમ્યાન મંડલ સહ જાહેર ચોકમાં પ્લેકાર્ડ થકી સરકારી યોજનાનો લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.
16 થી 21 જૂન દરમ્યાન સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રતિભાશાળી યુવાનોને પાર્ટીમાં જોડવાનું કામ હાથ ધરશે. 21 જૂન યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરશે. 23 જૂનથી 30 જૂન દરમ્યાન ડો.શ્યામાપ્રાસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે મંડલ સહ રક્તદાન કેમ્પ યોજાશે. 25 જૂન કટોકટી દિવસ નિમિત્તે કટોકટીના કપરા કાળ દરમ્યાન જે વ્યક્તિઓએ યાતનાઓ ભોગવી હતી એવા વ્યક્તિઓ સાથે સંપર્ક પ્રસ્થાપિત કરીને તે સમયની જાણકારી આજના યુવાનને મળે તે હતુથી પરિચર્ચાઓ યોજવાનું કામ યુવા મોરચો હાથ ધરશે.