મોરબી નગરપાલિકાની બોર્ડ મિટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખ થશે નક્કી :મોડી રાત સુધી સભ્યોની ખેંચતાણ
મોરબી નગર પાલિકા માં આજે મળનારી બોર્ડ બેઠક માં સત્તા હાંસલ કરવા ભાજપ કોંગ્રેસના બાગી સભ્યો નો હાથ પકડી પ્રમુખપદ નો તાજ મેળવવા ગોઠવણ કરી લીધી છે.
મોરબી નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ ઉપપ્રમુખ અનીલ મહેતા ના રાજીનામાં બાદ ભાજપ-કોંગ્રેસે અભૂતપૂર્વ એકતા દેખાડી વિકાસ સમીતી ના નેજા હેઠળ પ્રમુખ પદે બેઠેલા નયનાબેન રાજ્યગુરુ વિરુદ્ધ મતદાન કરી પ્રમુખપદે થી દૂર કરતા આજે નવા પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી માટે બોર્ડ મળી રહ્યું છે જેમાં સતાસ્થાને ભાજપનો ઘોડો વિનમાં રહેશે તેવું મનાઈ રહ્યું છે.
નગર પાલિકા ના કુલ ૫૨ માંથી ૨૨ સભ્યો કોંગ્રેસ પાસે, વિકાસ સમિતિના ૧૦ સભ્યો પૈકી ૭ સભ્યો બગી બની ને ભાજપ સાથે જતા ૨૭ સભ્યો ભાજપ પાસે છે.જોકે મૂળ ભાજપના અને હાલ ભાજપ થી અલગ થયેલા અનિલભાઈ મહેતા સાથે પણ કેટલાક સભ્યો છે આમ છતાં આજના બોર્ડમાં ભાજપ કોંગ્રેસ અને વિકાસ સમિતિના બગી સભ્યો ના સાથ સહકાર થી પાલિકાનું પ્રમુખ પદ મેળવી લેવા આતુર બન્યું છે
દરમિયાન ભાજપે કેટલાક સભ્યો ને અજ્ઞાતવાસ માં મોકલ્યા ની ચર્ચા વચ્ચે જૂનાગઢ માંથી મોરબી પાલિકા ના મહિલા સદસ્યો લાખો રૂપિયાની રોકડ સાથે પકડાતા આ મુદ્દો પણ મોરબીમાં ચર્ચાસ્પદ બન્યો છે.
આ સંજોગોમાં આજની ખાસ સાધારણ સભામાં ભાજપ પાસે પોતાના ૨૦ સદસ્યો ઉપરાંત અન્ય કેટલાક સમર્થન માટે તૈયાર હોવાથી આજે બોર્ડની બેઠકમાં ભાજપ બહુમતી સાબિત કરીને સત્તા અંકે કરી લેશે તેવું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે તો કોંગ્રેસ પણ ૨૭ ના આંકડાને પાર કરવા પ્રયાસો કરી રહી છે.
આ સંજોગો માં એક વાત તો સ્પષ્ટ છે કે મોરબીની જનતા એ ભાજપ વિરુદ્ધ જનાદેશ આપ્યો હોવા છતાં ખુરશી મેળવવા ભાજપે જે ગેમપ્લાન ઘડ્યો છે તે અયોગ્ય હોવાનું ખુદ ચુસ્ત ભાજપ આગેવાનો માની રહ્યા છે.