ભાજપ દ્વારા કારોબારી, હર ઘર દસ્તક, વોર્ડવાઈઝ કારોબારી સુશાસન દિવસ, મનબી બાત સહિતના કાર્યક્રમો થશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે પ્રદેશ ભાજપની યોજના અનુસાર પ્રદેશ કક્ષાએ અને મહાનગર કક્ષાએ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયા બાદ વોર્ડવાઈઝ બે દિવસ અને એક રાત્રીના પ્રશિક્ષણ વર્ગનું આગામી માસમાં આયોજન કરવામાં આવનાર છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને સૌરાષ્ટ્ર ઝોન પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણી , મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડ તેમજ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી . આ બેઠકમાં સાધિક ગીત કાથડભાઈ ડાંગરે , બેઠકની વ્યવસ્થા અનિલભાઈ પારેખ , હરેશભાઈ જોષીએ સંભાળી હતી.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભારતીય જનતા પાર્ટી ધ્વારા યોજાના 2 આગામી કાર્યક્રમો અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર અને વોર્ડ કક્ષાએ કારોબારી બેઠક યોજાશે તેમજ આ માસના અંતિમ રવીવારે ’ મન કી બાત ’ અને રાષ્ટ્રીય કક્ષાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ’ હર ઘર દસ્કત ’ કાર્યક્રમ એટલે કે સમગ્ર દેશ રસીયુકત બને તે માટે તા .1 ડીસેમ્બરથી ભારતીય જનતા પાર્ટીના શહેરના તમામ બુથમાં એકીસાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરશે અને ઘેરઘેર જઈને રસીથી વંચિત લોકોને રસી લેવા માટે અપિલ કરશે.
તેમજ ડીસેમ્બર માસમાં ભાજપના સ્થાપક પ્રમુખ અટલબીહારી બાજપાઈજીના જન્મદિવસને સુશાસન દિવસ ઉજવણી નિમિતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.તેમજ વિવિધ કાર્યક્રમો અંતર્ગત શહેર ભાજપ ના તમામ શ્રેણીના કાર્યક્રમો માટે જવાબદારીઓ સોપવામાં આવશે . આમ વિસ્તૃત માહિતિ કમલેશ મિરાણીએ આપી હતી.
આ તકે સૌરાષ્ટ્ર ઝોન પ્રશિક્ષણ વર્ગ ઈન્ચાર્જ અને ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગ અંતગર્ત માહિતી આપતા જણાવ્યુ હતુંકે આગામી માસમાં સૌરાષ્ટ્રભરમાં મંડલ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવશે.