- ડબલ એન્જિન દ્વારા ભાજપનો 125 બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક
- બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય તે ભુપેન્દ્ર પટેલે સાબિત કરી બતાવ્યું: મુખ્યમંત્રીની પીઠ થાબડતા અમિત શાહ
રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. તેવામાં હવે વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ દરમિયાન ભાજપના શહેનશાહ ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું જણાવ્યું છે કે સ્વપ્ન વહેંચનાર નહિ, સ્વપ્ન પુરા કરનાર ભાજપ 2/3ની બહુમતીથી સરકાર બનાવશે.
મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ મહત્ત્વનું નિવેદન કરતાં ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો છે. માત્ર એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં ચૂંટણી પણ જાહેર થઈ જશે.અમિત શાહે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેજરીવાલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં સપનાંના વેપાર કરનારાને ક્યારેય સફળતા ના મળે. તો બીજી તરફ, અમદાવાદ આવેલા કેજરીવાલે કહ્યું હતું કે અહીંની સરકાર દિલ્હીથી ચાલે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધનમાં ગુજરાતની ભાજપ સરકારનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે જાહેર થયા ત્યારે તેમની સામે મીડિયા દ્વારા સવાલ ઊભા કરાયા હતા, પરંતુ તેમણે સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે તેમજ ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર ઝડપ્યો છે, જે માટે હું અભિનંદન આપું છું.
અમિત શાહના સંબોધનના અંતિમ તબક્કામાં તેમણે ચૂંટણીલક્ષી સંકેત આપતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હવા ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રજાને હું ઓળખું છું. સપનાંના વેપાર કરનારાને ક્યારેય સફળતા ના મળે.
કેજરીવાલ નહીં, અરવિંદ જાહેરાત પાર્ટી કોઈનું ભલીવાર નહીં કરી શકે: કોંગ્રેસ
આવનારા સમયમાં વિધાનસભા ની જે ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાને લઈ દરેક રાજકીય પક્ષ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ની પાર્ટી પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે કેજરીવાલ નહીં પરંતુ અરવિંદ જાહેરાત પાર્ટી જે
છે તે કોઈનું ભલીવાર નહીં કરે. એટલું જ નહીં કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે આમ આદમી પાર્ટી પોતાનો વ્યક્તિગત પ્રચાર કરવા માટે સરકારી રૂપિયા નો ઉપયોગ કરી રહ્યું છે અને રીક્ષા ચાલકોની સાથે જમવા બેસવું તે તેમનું ધતિંગ છે કારણ કે તેમનું પરિવહન તો ચાર્ટર ફ્લાઈટ મારફતે જ થઈ રહ્યું છે. પ્રશ્ન એ છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ખરા અર્થમાં કોઈનું ભલીવાર કરશે કે કેમ ? અરવિંદ કેજરીવાલનો ચાર્ટર પ્લેનમાં બેસી ને પ્રવાસ કરવાનો ફોટો અને વિડીયો પણ વાયરલ થયેલો છે. જ નહીં કોંગ્રેસ પાર્ટી એ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને પોતાનો ટ્રેક રેકોર્ડ પ્રજા સમક્ષ મૂકવા માટે પણ જણાવ્યું છે. વધુમાં કોંગ્રેસ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 60 દિવસમાં પંજાબ સરકાર પાસે કર્મચારીઓને વેતન આપવાના રૂપિયા નથી છતાં તેઓએ ગુજરાતમાં જાહેરાત કરવા માટે 36 કરોડ રૂપિયા બગાડ્યા છે ત્યારે પ્રશ્ન એ જ છે કે અરવિંદ જાહેરાત પાર્ટી કોનું ભલીવાર કરશે?