11 જેટલા કેસરીયા ઈ-બાઈક પણ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફરશે
વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી તંત્ર દ્વારા તો ચાલીજ રહી છે. તેની સાથે અલગ અલગ પક્ષોએ પણ પ્રચાર સાહિત્ય સીમ્બોલ, ધજા, ઝંડીઓ વિગેરે જથ્થાબંધ ખરીદવાની બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે. ભાજપ દ્વારા વડાપ્રધાનના ફોટાવાળા કેસરીયા ઈબાઈક પણ શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે.
શહેર ભાજપ કાર્યાલયના મીડીયા વિભાગના ઈન્ચાર્જ હરેશભાઈ જોશીએ જણાવ્યું હતુ કે શહેરમાં પબ્લીકપોઈન્ટ પર પાંચ જેટલા સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવશે. જે ‘ગુજરાત અમે બનાવ્યું છે.’ સુત્રને પ્રદર્શત કરતા ચિત્રો, ડીઝાઈન મૂકવામાં આવશે.
આ ઉપરાંત 300 જેટલા સૂચન બોકસ પણ આવી ગયા છે. જે સૂચન બોકસ શહેરના વિવિધ સ્થળે મૂકવામાં આવશે ઉપરાંત દરેક સાંસદો અને ધારાસભ્યો પણ સૂચન બોકસ લઈ પ્રજા વચ્ચે જશે અને પ્રજાના સૂચનો મેળવશે.
પ્રથમ તબકકાનાં મતદાન પૂર્વે આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.