પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજય કોરાટને સોંપાઈ જવાબદારી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ તથા પ્રદેશ ભાજપ કિસાન મોરચા પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી સરદારભાઈ ચૌધરી, હિરેનભાઈ હીરપરાની આગેવાનીમાં રાજ્યના 8 મહાનગરમાં અન્નની આઈટમ બનાવવાની રીત તથા તેને બનાવીને બધા જ મહાનગરોમાં પ્રજાને ચખાડવાનો કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમના રાજ્યના મહાનગરોની જવાબદારી પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ અને શ્રી મહેશભાઈ દેસાઈને સોંપવામાં આવી છે.
વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં લોકો ખોરાક માટે ઘઉંનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હાલમાં બાજરી, જુવાર, કોદરી, રાગી, સાબો, રાજગરો જેવા 180 પ્રકારના મીલેટ્સ આપણા દેશમાં ખોરાક તરીકે રોજ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.
અન્નનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો લોકો લાંબા સમય સુધી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે. આ શ્રી અન્નના ઘણા ફાયદાઓ છે, જેમકે આને કોઈ સારી જમીન કે વધારે ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી. ગમે તે જગ્યા પર વાવેતર કરી શકાય છે. પાણીની જરૂરીયાત ઓછી રહે છે તેમજ દવા કે ખાતરનો કોઇપણ જાતનો ઉપયોગ કરવો પડતો નથી.
વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં આ શ્રી અન્ન(મીલેટસ)નો ઉપયોગ સંસદની કેન્ટીન તથા ગુજરાત સરકારની વિધાનસભાનીઓ કેન્ટીનમાં પણ મહતમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલના ડાઈટીશીયન ડોકટરો પણ લોકોને ડાયટમાં શ્રી અન્નનો ઉપયોગ કરવાનું સુચન કરે છે. જુના જમાનામાં લોકો ઘઉની જગ્યાએ શ્રી અન્નનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. જેથી આજના સમયમાં પણ લોકો શ્રી અન્ન તરફ વળે અને પોતાની જીવનશૈલીમાં શ્રી અન્નનો ઉપયોગ કરતા થાય અને લાબું સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય મેળવે તે હેતુથી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા રાજ્યના 8 મહાનગરની પ્રજાને શ્રી અન્નની આઈટમો બનાવવાની રીત તેમજ ફૂડ ટેસ્ટીંગ કરી લોકોને માહિતગાર કરવામાં આવશે.