કાર્યકતાઓ 75 કલાક લોકસંવાદ કરશે: કેન્દ્રીય અને રાજયના મંત્રીઓની દરેક જિલ્લામાં જાહેરસભા: નવા મતદારોનો સંપર્ક કરાશે: યુવા ભાજપ દ્વારા જિલ્લા મથકોએ રેલી
કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બન્યાને આઠ વર્ષ પુર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતનો અદ્રિતીય વિકાસ થયો છે. આઠ વર્ષનો આ સમય સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણનો રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં ભાજપ દ્વારા આગામી એક પખવાડીયા સુધી ઉજવણી કરવામાં આવશે. તેવી જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આઠ વર્ષ એવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત વિવિક કાર્યક્રમો યોજાશે. જેમા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની ઉપલબ્ધી અંગેની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજે અને કાલે દરેક જીલ્લામાં જીલ્લા પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આ કાર્ય અંગે માહીતી આપવામાં આવશે. 75 કલાક દરેક કાર્યકર્તા લોક સંપર્ક કરશે, 15 જુન સુધી કેન્દ્ર અને રાજયના મંત્રીએ જીલ્લામાં જાહેર સભાને સંબોધન કરશે. પ જુને પર્યાવરણના દિને છોડ વિતરણ વૃક્ષા રોપણ કાર્યક્રમ દરેક ગામોમાં કિશાન મોરચા દ્વારા કરવામાં આવશે. 9 જુન ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓનો સંપર્ક દરેક મંડળ સહ મહિલા સંમેલનો લાભાર્થી સંપર્ક:, સ્વ. સહાય જુથ આંગણવાડી બહેનોનો સંપર્ક કરવામાં આવશે.
7 જુને અનુ. જાતિ મોરચા દ્વારા યુવાનોની મીટીંગો, સંપર્ક તથા લાભાર્થી સંપર્ક કરવામાં આવશે.8 જુને અનુ. જન. જાતી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક તથા દરેક શકિત કેન્દ્રમાં ગામડા તથા નગરમાં ખાટલા બેઠકો દ્વારા સંવાદ કરી સંપર્ક કરવામાં આવશે.9 જુનેના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક પત્રિકા વિતરણ તથા ખાટલા બેઠકો જશે.10 જુનેના રોજ ભાજપના વિવિધ સેલ દ્વારા પ્રબુઘ્ધ નાગરીક સંમેલન યોજાશે. કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો, ઉઘોગકારો વગેરે સાથે મીટીંગ કરવામાં આવશે.
11 જુન શહેરી ગરીબોનો સંપર્ક કરવામાં આવશે અને લાભાર્થીઓને મળવામાં આવશે.1ર જુન લાભાર્થી સંપર્ક યોજના નવા મતદારોનો સંપર્ક કરવામાં આવશે.13 જુન કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ ભાજપ ડોકટર સેલ દ્વારા સમગ્ર રાજયમાં કરવામાં આવશે.14 જુન યુવા મોરચા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે દરેક જીલ્લામાં રેલ યોજવામાં આવશે.15 જુન જે જીલ્લામાં સભા બાકી હશે તે જીલ્લામાં સભા કરવામાં આવશે. તેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. મોદી સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષમાં લેવામાં આવેલા જન હિતકારી નિર્ણયો મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષે રજુ કર્યા હતા. કોરોનાના કપરા કાળમાં પણ મોદી સરકારે દેશવાસીઓની પરિવારના વડાની માફક ખેવના કરી હતી. વેકિસનેશનની કામગીરી પણ કાબીલેદાર રહી છે.