સૌરાષ્ટ્ર, દક્ષિણ, મઘ્ય અને ઉત્તર ગુજરાત માટે સોશ્યિલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જની વરણી કરાય

લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર દશ માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ બેઠકો પાંચલાખથી પણ વધુ મતોની તોતીંગ લીડ સાથે ફતેહ કરવા માટે ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવા માટે ભાજપ દ્વારા હવે સોશિયલ મીડીયાનો સવાયો ઉપયોગ કરવામાં આવશે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તાજેતરમાં આઇટી વિભાગમાં અલગ અલગ વિભાગમાં સહ કન્વિનરની નિમણુંક કરાયા બાદ હવે સોશિયલ મીડીયા વિભાગમાં પણ ઝોન વાઇઝ ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જની વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જીલ્લા અને મહાનગરોમાં સોશ્યિલ મીડીયા વિભાગન ટીમ જાહેર કરવામાં આવશે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોને સોશિયલ મીડીયા ઉપયોગ કરવા પર સતત ભાર મુકવામાં આવી રહ્યા છે. ત્યારે પીએમની હાંકલનો ગુજરાતમાં અમલ કરવાનો નિર્ધાર ભાજપ દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ કોર્ડિનેટર ડો. પંકજ શુકલ અને સોશિયલ મીડીયા વિભાગના પ્રદેશ સહ ક્ધવીનર મનન દાણી સાથે સંકલન કરી દક્ષિણ, મઘ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનના સોશિયલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે.

જેમા સૌરાષ્ટ્ર ઝોનના સોશિયલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ તરીકે મોરબી જીલ્લાના અનિલભાઇ જેઠલોજી જયારે સહ ઇન્ચાર્જ તરીકે જામનગર શહેરના પારસ ઘેલાણીની નિયુકિત કરાય છે. જયારે દક્ષિણ ઝોનના સહ ઇન્ચાર્જ તરીકે વલસાડના સત્યેન પંડયાની, મઘ્ય ગુજરાતના સહ ઇન્ચાર્જ તરીકે પંચ મહાલના કશ્યપભાઇ પટેલની અને ઉપર ગુજરાત  ઝોનના સોશિયલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ તરીકે અમદાવાદના હિરેનભાઇ શુકલા અને સહ ઇન્ચાર્જ તરીકે પ્રિન્સ યાદવની નિયુકિત કરવામાં આવી છે.

લોકસભાની ચુંટણી પૂર્વ ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડીયાનો ભરપુર ઉપયોગ કરશે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જનસુખાકારી સમી યોજનાઓને જન જન સુધી પહોંચાડવામાં આવશે આગામી દિવસોમાં તમામ જિલ્લા અને મહાનગરોમાં કાર્યકર્તાઓ માટે સોશ્યિલ મીડીયા વર્કશોપ પણ યોજાશે. ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ વન-ડે  ડિસ્ટ્રીકટ અંતર્ગત વિવિધ જીલ્લાઓના પ્રવાસ કરી રહ્યા છે.

યુવાધન હાલ સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે.યુવા મતદારોએ પોતાના તરફ આકર્ષિત કરવા માટે ભાજપ હવે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે.છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રતીક પરથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પોતાના મોબાઈલ સ્ટેટ્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાના વીડિયો મૂકી રહ્યા છે.પ્રદેશ હાઇકમાન્ડ દ્રારા આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.જે જન પ્રતિનિધિ હજી સોશિયલ મીડિયાના ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી અજાણ છે.તેને તાલીમ આપવામાં આવશે.આગામી દિવસોમાં જિલ્લા અને મહાનગરોમાં વર્કશોપ પણ યોજાશે.ટૂંકમાં વર્તમાન માહોલ પારખી ભાજપ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.