ત્રણ બેઠકો માટે બનાવવામાં આવેલી સંભવિતોના નામની પેનલ દિલ્હી દરબારમાં રજુ કરી દેવાય:સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
ગુજરાતની રાજયસભાની આગામી 8મી ઓગસ્ટના રોજ ખાલી પડનારી ત્રણ બેઠકો માટે આગામી ર4મી જુલાઇના રોજ ચુંટણી યોજવાની છે. ધારાસભ્યોની સંખ્યાના આધારે ત્રણેય બેઠકો પર ભાજપની જીત નિશ્ર્ચીત છે. જો કોંગ્રેસ રાજયસભાની ચુંટણી નહી લડે તો ભાજપના ત્રણેય ઉમેદવારો બીનહરીફ ચુંટાઇ આવશે. દરમિયાન આગામી સોમવાર અથવા મંગળવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાંં આવશે. ત્રણ પૈકી એક બેઠક પર કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપીટ કરવામાં આવશે. ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન અન્ય બે બેઠકો માટે નવા ચહેરાને તક આપવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગઇકાલે ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રી અલગ અલગ રાજયોના પ્રભારી અને પ્રદેશ અઘ્યક્ષ સાથે એક સંગઠન બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉ5સ્થિત રહ્યા હતા. તેઓએ રાજયસભાની ત્રણ બેઠકો માટે બનાવવામાં આવેલી પેનલો રજુ કરી દેવામાં આવી હતી. આગામી સોમવારે રાજયસભાની ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં મનોમંથન કરી ઉમેદવારોના નામોને ફાઇનલ ટચ આપવામાં આવશે અને યાદી દિલ્હી દરબારમાં મોકલી દેવામાં આવશે.
આગામી સોમવાર અથવા મોડામાં મોડા મંગળવારે ભાજપ દ્વારા રાજયસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. 13મી જુલાઇ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપના ઉમેદવારો 1રમી જુલાઇના રોજ બપોરે 12.39 કલાકના શુભ વિજય મુહુર્ત ઉમેદવારી ફોર્મ ભરશે હાલ કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યનું સભ્ય સંખ્યા બળ છે. હાર નિશ્ર્ચીત જ હોય કોંગ્રેસ રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારો ઉતારે તેવી સંભાવના ખુબ જ નહિવત છે. જો કોંગ્રેસ રાજયસભાની ચુંટણી નહી લડે તો 17મી જુલાઇના રોજ ભાજપના ત્રણેય ઉમેદવારોને ચુંટણી પંચ દ્વારા બીન હરીફ જાહેર કરી દેવામાં આવશે.
ગુજરાતના ક્ષત્રીય સમાજના એક સીનીયર નેતાને ભાજપ રાજયસભાની ટિકીટ આપે તે લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રી એસ. જય શંકરને રીપીટ કરવામાં આવશે. જયારે અન્ય એક બેઠક પર ઓબીસી અથવા આદિવાસી કે દલીત સમાજના નેતાને ટિકીટ આપવામાં આવશે તેવું ચર્ચાય રહ્યું છે.