મોરબી માળિયા મત વિસ્તારમાં કાંતિ અમૃતિયાને 61580 મતની જંગી લીડ
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો ભાજપ માટે ફળદાયી જયારે કોંગ્રેસ માટે શાપરુપ સાબીત થઇ રહયા છે. અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે.
ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મોરબી માળિયા બેઠક, ટંકારા પડધરી બેઠક અને વાંકાનેર કુવાડવા બેઠક પર ભગવો લહેરાયો છે. મોરબી માળિયા બેઠક પર સતત સાતમી વખત કોંગ્રેસ તરફથી જયંતિ જેરાજ પટેલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો જયારે મોરબી માળિયા વિધાનસભામાં મોરબી જિલ્લાનો રેકોર્ડ બ્રેક અનેં જંગી 61580 મતની લીડથી ભાજપના કાંતિ અમૃતિયાની જીત થઈ છે.
તેમજ ટંકારા પડધરી બેઠક પરથી ભાજપના દુર્લભજી દેથરીયાની 10256 થી વધુ મતથી ભવ્ય જીત મેળવી છે. અને વાકાનેર કુવાડવા બેઠક પણ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી ત્યાં પણ ભાજપે કબજો કરીને વાંકાનેર બેઠક પર પણ ભાજપના જીતુ સોમાણીની 11000 મતથી જીત થઈ છે.