જજ લોયા મોત કેસ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ રાજકીય ટીપ્પણીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. ગુરૂવારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ ચૂકાદાથી ભારતના રાજકારણમાં ન્યાયપાલિકાને રસ્તા પર લાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે માફી માંગવી જોઈએ. પાત્રાએ કહ્યું કે રાહુલે માત્ર માફી જ ન માગવી જોઈએ પરંતુ તેમનું માથું પણ શરમથી ઝુકી જવું જોઈએ. સંબિત પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે.
ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ જસ્ટિસ લોયાના મોત અંગે SIT તપાસ કરાવવાની અરજી પર કોંગ્રેસનો જ અદ્રશ્ય હાથ હતો. પાત્રાએ કહ્યું કે, “કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે અરજીની પાછળ કોઈ રાજકીય મંશા છે. કોર્ટે કહ્યું કે 12 જાન્યુઆરીએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે બાદ કપિલ સિબ્બલ, રણદીપ સુરજેવાલાએ પણ આ અંગે પોતાની વાત કરી હતી.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com