મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં માધવપ્રિય સ્વામીજી દક્ષિણ ગુજરાત ઝોનની અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં લોકસાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડ સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૦મી વર્ષગાંઠ નિમત્તે ભાજપા દ્વારા ૨૦ સપ્ટેમ્બર સુધી આયોજિત ’સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજી સેવાનો એક અદભુત મહાયજ્ઞ થઈ રહ્યો છે, જેમાં પ્રદેશ ભાજપા સંગઠનના હોદ્દેદારી, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, વિવિધ ચૂંટાયેલા સભ્યો, ભાજપાના હજારો કાર્યકર્તાઓ ભાગ લઈને જરૂરિયાતમંદોને વિવિધ સહાય કરી રહ્યા છે, પ્રદેશ યુવા મોરચા દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે રક્તદાન શિબિરો પણ યોજાઈ રહ્યા છે જેને નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
આ ’સેવા-સપ્તાહ’ કાર્યક્રમના અંતર્ગત આવતીકાલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય ઉપર દક્ષિણ ગુજરાત ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલી યોજાશે. આ અંતર્ગત સવારે ૧૦.૩૦ કલાકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં પૂજ્ય માધવપ્રિય સ્વામીજી દક્ષિણ ગુજરાત ઝોનની તેમજ સાંજે ૫.૦૦ કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકસાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડ સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે જેમાં વિશાળ સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકો ડિજિટલ માધ્યમથી જોડાશે.
શહેર ભાજપ દ્વારા ‘સેવા સપ્તાહ’ અંતર્ગત સીનીયર સીટીઝનોને સ્ટીક વિતરણ કરાઈ
વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહે૨ ભાજપ દ્વારા તમામ વોર્ડમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતીના કાર્યો થકી સેવા સાપ્તાહની ઉજવણી ક૨વામાં આવી આવી હતી, તે અંતર્ગત સીનીય૨ સીટીઝનોને સ્ટીક વિત૨ણ ક૨ી વડીલ વંદના ક૨વામાં આવી હતી.
સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ સેવાકાર્યો જેમ કે વૃક્ષ૨ોપણ, સફાઈ ઝુંબેશ, માસ્ક વીત૨ણ, ચશ્મા વિત૨ણ, હોસ્પીટલના દર્દીઓને ફ્રુટ વિત૨ણ, ૨ક્તદાન કેમ્પ, દિવ્યાંગ બાળકોને ભોજન જેવા સેવાકીય કાર્યો યોજવામાં આવેલ હતા.