આસામમાં 82.29, કેરલમાં 70.04, પોંડીચેરીમાં 78.13 ટકા, તામિલનાડુમાં 65.11 અને બંગાળમાં 77.68 ટકા મતદાન

તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પક્ષ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસનો એસિડ ટેસ્ટ થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ખૂબ સારુ પ્રદર્શન દાખવવામાં આવતા પરિણામો ભાજપ તરફી આવશે. મુસ્લિમ મતદારોએ ‘કમળ’ની ખેતી કરતા પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ સોળે કળાએ ખીલશે.

દરમિયાન બંગાળમાં ભાજપના કમળ ખીલવાની સાથોસાથ સાચા કમળ પણ મુસ્લિમોને ફાયદો થશે તેવું ફલિત થાય છે. દુર્ગા અષ્ટમી ઉપર આરાધના વખતે કમળનો ઉપયોગ થાય છે. આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં કમળનું ઉત્પાદન થયું હોવાનું જાણવા મળે છે. હાવડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કમળનું ઉત્પાદન થયું છે, મોટાભાગે કમળના ઉત્પાદન સાથે મુસ્લિમ ખેડૂતો સંકળાયેલા છે. આ કમળ તહેવારો દરમિયાન મંદિરમાં ધરવામાં આવે છે

પ્રાપ્ત આંકડા અનુસાર આસામમાં 82.29 ટકા, કેરળમાં 70.04 ટકા, પુડ્ડુચેરીમાં પણ 78.13 ટકા, તમિલનાડુમાં 65.11 ટકા અને પ. બંગાળમાં 77.68 ટકા મતદાન થયું હતું. જોકે બંગાળમાં આ તબક્કામાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી હતી જેમાં બે મહિલાઓ સહિત પાંચ ઉમેદવારો ઘવાયા હતા. અહીં વિરોધી પક્ષોના સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે સામસામે મારામારી થઇ હતી જે બાદમાં હિંસામાં ફેરવાઇ ગઇ હતી. અહીં 31 બેઠકો પર આશરે 77.68 ટકા મતદાન યોજાયું હતું.

પાંચમાંથી ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે અને માત્ર પ. બંગાળના બાકી પાંચ તબક્કા માટે મતદાન યોજાતું રહેશે, જ્યારે પાંચેય રાજ્યોના પરીણામો આગામી બીજી મેના રોજ જાહેર કરવામાં આવશે. જેમાં સૌની નજર પ. બંગાળ પર રહેશે જ્યાં ટીએમસી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.