જીલ્લા ભાજપની પ્રભારી ધવલભાઇ દવેના માર્ગદર્શનમાં અસરગ્રસ્ત જીલ્લાઓ માટે આગોતરૂં આયોજન: ફૂડ પેકેટ સહિતની રાહત સામગ્રી તૈયાર

વાવાઝોડાની ગંભીરતાને અનુલક્ષીને સંકટના સમયે લોકોને જરૂરી સહાયતા પહોંચાડવા અને બચાવ રાહતની કામગીરી કરવા માટે જિલ્લા ભાજપ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે અને તે માટેની તૈયારી કરી લેવામાં આવી છે. મુસીબતમાં લોકોની પડખે ઊભા રહેવાનું માનવતા ભર્યું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે એ કહ્યું છે કે અમારા તમામ આગેવાનો, તાલુકાના પ્રભારીઓ સક્રિય છે.

ધવલભાઇ દવેએ કાર્યકરોને, મહામંત્રીઓ, આગેવાનોને યોગ્ય માર્ગદર્શન આપીને લોકોની મદદ માટે ભાજપની ટીમો બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવી છે અને એમણે એમ પણ કહ્યું છે કે સંકટના બે દિવસ દરમિયાન પોતે સતત રાજકોટ જીલ્લામાં હાજર રહી માર્ગદર્શન આપશે.

ધવલભાઈએ ઉમેર્યું હતું કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલજીએ તમામ જિલ્લા પ્રભારીઓ, જીલ્લાના આગેવાનો, કેબીનેટ મંત્રીઓને ફૂડ પેકેટ સહિતની રાહત સામગ્રી તૈયાર કરી લેવા અને તેનો રીપોર્ટ મોકલવાની સુચના આપી હતી.

લોકોને મદદ પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ભાજપની ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લા પંચાયતની બેઠક વાઈઝ મદદ માટેની વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે.

સ્થાનિક સેવાકીય સંસ્થાઓ તેમજ સરકારી તંત્ર સાથે સંકલન સાધીને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટે ધવલભાઈ દવે એ સૂચના આપી છે.

સંકટના સમયે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અણીના સમયે લોકોને મદદ પહોંચાડવા માટે ભાજપના સેવકોની ટીમ કોઈ કચાશ રાખશે નહીં, તાલુકે તાલુકે ભાજપના કાર્યકરોની અને સેવકોની ટીમો મદદ માટે સતત તૈયાર રહેશે તેમ ધવલભાઇ દવેએ જણાવ્યું હતું.

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ક્ધટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જેમાં કંટ્રોલરૂમના નંબર અનુક્રમે અલ્પેશભાઈ ઢોલરીયા- 9825073217, મનસુખભાઈ રામાણી-9979144144,  ભૂપતભાઈ બોદર-9825046759,  ગોરધનભાઈ ધામેલીયા- 9825216880, જયેશભાઈ બોઘરા 9824813409, નરેન્દ્રસિંહ જાડેજા-9824077793, ગીરીશભાઈ પરમાર- 9925619218, પ્રાગજીભાઈ કાકડિયા-9826481834, રાજુભાઈ ધારૈયા-9925012100, અલ્પેશભાઈ અગ્રાવત- 9033026255, વિવેક સાતા-9033799888, કિશોર રાજપૂત-8128294600 છે.

જીલ્લાના તમામા તાલુકાઓમાં કંટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની આગેવાનીમાં ધોરાજી-ઉપલેટા વિધાનસભામાં કિરીટભાઈ પાદરીયા-9426954401, પરાગભાઈ શાહ- 9825937647, જીગ્નેશભાઈ ડેર-8000700077, મયુરભાઈ સુવા- 8347474783, રવિભાઈ માંકડિયા- 9978904703, જયંતીભાઈ ગજેરા- 9825597606, કિરીટભાઈ જાવીયા- 9825811944, નાથાભાઈ સુવા- 8128384484, મિલનભાઈ મુરાણી- 7600381681, અતુલભાઈ વાછાણી- 9426781987, સરજુભાઈ માકડિયા- 7878104104, દીપકભાઈ મેરાણી- 9510033411, વી.સી.વેગડા- 9427254906, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા- 9898556055, વિનુભાઈ માથુકીયા-.9825751651, મનીષભાઈ કંડોરીયા- 8401279121 સહિતના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. કોઇપણ પ્રકારની કોઇ નાગરિકને જાનહાની થાય તો ઉપર જણાવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ઉપર સ્ટેન્ડ ટુ 24 કલાક કાર્યકર્તાઓ હાજર છે. ઉપર આપેલા નંબર ઉપર તરત જાણ કરવી.

વાવાઝોડાની આગાહીના પગલે ઉપલેટામાં બેઠક યોજતા જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા

વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને અલ્પેશભાઈ ઢોલરીયાએ સમગ્ર જીલ્લામાં પ્રવાસ કરીને કાર્યકર્તાઓને વાવાઝોડાના સંકટ સમયમાં નાગરિકોને જરૂરી સહાય પહોંચાડવા અને બચાવની કામગીરી માટે તંત્રની સાથે ભાજપનો પ્રત્યેક કાર્યકર જુદી જુદી ટુકડીઓ બનાવીને તમામ વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે. કોઈપણ અસરગ્રસ્ત કોઈ તકલીફમા હશે તો તેઓને યોગ્ય માર્ગદર્શન આપીને તમામ પ્રકારની સહાયતા પૂરી પાડવામાં આવશે. અલ્પેશભાઈ ઢોલરીયાની સાથે મુખ્ય કાર્યકર્તાઓ 2 દિવસ સુધી તમામ તાલુકાઓના પ્રવાસ કરી જ્યા જે કાંઈ જરૂરિયાત જેવી કે આશરો, દવા, ફૂડપેકેટ જેવી તમામ જરૂરિયાતની વસ્તુઓ તે પુરી પાડશે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર મુશ્કેલીના સમયે લોકોની પડખે સધિયારો આપવા ખડે પગે રહેતો હોય છે.

ભાજપ સત્તા એ સેવાનું માધ્યમ ગણે છે. વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાયતા આપવા માટે જીલ્લા ભાજપની ટીમ તાલુકે તાલુકે સૈનિકની જેમ ખડેપગે રહેવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.