કાર્યકર્તાઓ ઘરે-ઘરનો સંપર્ક કરી લોકોને સીએએ કાયદા વિષે સમજણ આપી રહ્યા છે
જીલ્લાના ઇન્ચાર્જ તરીકે હિરેનભાઈ જોશીને જવાબદારી સોંપાઈ
દેશભરમાં સિટીઝનશિપએ મેન્ડમેન્ટ બીલ-૨૦૧૯ અંતર્ગત લોકોનું સમર્થન દેશના ખૂણે-ખૂણેથી મળી રહ્યું છે. નાગરિકતા સંશોધન વિધેયક બીલ ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનમાં ધર્મના આધારે સતામણી વેઠનારા હિંદુ, બૌદ્ધ, શિખ, જૈન, ખ્રિસ્તી અને પારસી નિરાશ્રીતોને ભારતની નાગરિકતા આપી શકાય તે માટે આ કાયદો છે.
આ કાયદાના અનુસંધાને અનેક અસમજણ અને ખોટી માન્યતાઓ કોંગ્રેસ અને વિરોધીઓ દ્વારા લોકોમાં ઉભી કરવામાં આવી રહી છે અને દેશભરમાં આ કાયદાના વિરોધમાં ખોટા પ્રચારો અને રેલીઓ કાઢી એક ધર્મ અને સંપ્રદાયને ટાર્ગેટ કરીને દેશની શાંતિ તથા સંપ્રદાયને ટાર્ગેટ કરીને દેશની શાંતિ તથા અખંડિતતાને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાયદાની સાચી સમજણ લઇ ભાજપ સહીત સંઘની પારિવારિક સંસ્થાઓ ઘરે-ઘરે જનજાગૃતિ અભિયાનના માધ્યમથી લોકોનો સંપર્ક કરનાર છે.તા.૨૯ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી સુધી દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દરેક ઘરે-ઘરનો સંપર્ક કરી સીએએ કાયદા વિષે લોકોને માહિતગાર કરવામાં આવશે. જનજાગૃતિ અભિયાન ભાગ સ્વરૂપે બૌદ્ધિક સંમેલનો, રેલીઓ તેમજ ગ્રુપ બેઠકો કરવામાં આવનાર છે. દરમ્યાન રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા ના માર્ગદર્શન હેઠળ અને જીલ્લાના અભિયાનના ઇન્ચાર્જ ભાનુભાઈ મેતા, સહ-ઇન્ચાર્જ પરસોતમભાઈ સાવલિયા તથા માધવજીભાઈ પટેલના આગેવાની હેઠળ દરેક તાલુકાના ગામે-ગામ આ કાયદાના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન સાથે ધન્યવાદ આપતા ૫ હજારથી વધુ પોસ્ટકાર્ડ સ્વ હસ્તાક્ષરે લખીને મોકલવામાં આવનાર છે. તેમ જીલ્લાના આ કાર્યક્રમના ઇન્ચાર્જ હિરેનભાઈ જોશી યાદીમાં જણાવેલ હતું.
જીલ્લામાં અભિનંદન આપતો પત્રના તાલુકાના ઈન્ચાર્જોના નામોની યાદી મુજબ ઉપલેટા શહેરમાં પરાગભાઈ શાહ, ઉપલેટા તાલુકો પૃથ્વીસિંહ ચુડાસમા,ભાયાવદર શહેર દીપકભાઈ મેરાણી, ધોરાજી શહેર મનીષભાઈ ક્ધડોરીયા, ધોરાજી તાલુકો જનકસિંહ જાડેજા, જામકંડોરણા તાલુકો સુરેશભાઈ રાણપરીયા,જેતપુર શહેર બાબુભાઈ ખાચરીયા, જેતપુર તાલુકો નવનીતભાઈ ખુંટ, ગોંડલ શહેર ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ગોંડલ તાલુકો બકુલભાઈ જેસ્વાલ, કોટડાસાંગાણી તાલુકો શેલેશભાઈ વઘાસીયા, લોધિકા તાલુકો મોહનભાઈ ખુંટ, રાજકોટ તાલુકો શેલેશભાઈ અજાણી, પડધરી તાલુકો પ્રવીણભાઈ હેરમા, જસદણ શહેર મુકેશભાઈ જાદવ, જસદણ તાલુકો વનરાજભાઈ ખીંટ, વિંછીયા તાલુકો હનુભાઈ ડેરવાડીયા વગેરે નામો જાહેર કરવામાં આવ્યા છે.