BJP પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યા છે. ત્યારે તેના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા.જો કે એરપોર્ટ પર આવેલા સીઆર પાટીલે ચર્ચા વિચારણા કર્યા બાદ રેલીને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
પાટીલે કહ્યું કે, વર્તમાન સમયમાં કોરોની સ્થિતિને ધ્યાને રાખી ધાર્યા કરતાં વધુ લોકોની હાજરીના પગલે સલામતિને ધ્યાને રાખીને રેલીને મોકૂફ રખાઈ છે.
સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ સુરત મહાનગર તેમજ સુરતના ભાજપના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી.
પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે. તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ્દ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ.