સોશિયલ મીડિયા અનિવાર્ય અનિષ્ટ!!
કોંગ્રેસની સરખામણીમાં ભાજપ સોશીયલ મીડિયા પર જાહેરખબરના પ્રચારમાં પ્રથમ ક્રમે
ભારતમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ જાહેરખબરો માટે ઘણા ખરા રૂપિયા ખર્ચ્યા છે પરંતુ ખાસ સોશીયલ મીડિયાની વાત કરવામાં આવે તો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ રાજકીય પક્ષો માટે અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. ફેસબુક ઉપર ભાજપે ૧૪ કરોડ ખર્ચ્યા છે જયારે કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર ૭૫ લાખ જ ખર્ચવામાં આવ્યા હતા.
સોશીયલ મીડિયા પર થયેલી જાહેરાતને ધ્યાને લઈએ તો તમામ પોલીટીકલ પાર્ટી પાસેથી ફેસબુકને ૨૨.૮૫ કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં ભાજપે એકલા હાથે ૩.૬૮ કરોડ અને કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર ૯.૨ લાખ ખર્ચવામાં આવ્યા હતા. ત્યારે કુલ ચૂંટણી ખર્ચની વાત કરવામાં આવે તો ભાજપને રૂ.૧૪ કરોડ અને કોંગ્રેસે રૂ.૭૫ લાખ ફેસબુક પર જાહેર ખબર કરવામાં ખર્ચ્યા હતા. એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે, કોઈપણ રાજકીય પક્ષો માટે સોશીયલ મીડિયા અને તેમાં પણ ફેસબુક એક મહત્વપૂર્ણ પરિબળ બન્યું છે.
ફેસબુક પર ભાજપ-કોંગ્રેસ સીવાય દેલગુદેશમ્ પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ અને બીજુ જનતાદલ પક્ષ દ્વારા પણ મહત્તમ ફેસબુક પર ખર્ચ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા પોતાના ભારત કી મન કી બાત પેજ પર ૨.૨૪ કરોડ રૂપિયા એવી જ રીતે માય ફર્સ્ટ વોટ ફોર મોદીમાં ૧.૧૫ કરોડ રૂપિયા કે જે કોંગ્રેસ પક્ષ કરતા પણ વધુ માનવામાં આવે છે ત્યારે ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા સોશીયલ મીડિયાનો ઉપયોગ મહત્તમ રીતે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
દરેક ચૂંટણીમાં તમામ રાજકીયપક્ષો સોશિયલ મીડિયા પર જાહેરખબર છપાવવામાં હરહંમેશ આગળ હોતા હોય છે કારણ કે સોશિયલ મીડિયા પર આવતી જાહેરખબર વધુ અસરકારક હોવાનું પણ માનવામાં આવે છે જેની સીધી અસર લોકોના માનસપટ પર થાય છે કારણ કે લોકો સોશિયલ મીડિયાથી જોડાયેલા છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીયપક્ષો પણ સોશિયલ મીડિયા પર જાહેરખબર આપવામાં પીછેહઠ નથી કરતા