મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકોમાંથી ભાજપ ૯૯, શિવસેના ૫૮ બેઠકો પર આગળ જ્યારે કોંગ્રેસ ૪૪ અને એનસીપી ૫૫ બેઠકો પર આગળ: હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપ ૩૯ બેઠકો પર કોંગ્રેસ ૩૩ બેઠકો પર જ્યારે જેજેપી ૧૦ બેઠકો પર આગળ
દેશભરમાં આવેલી ‘મોદી સુનામી’ વચ્ચે પાંચ માસ પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હતી. પરંતુ આ લોકસભા ચૂંટણી બાદ પ્રમ વખત યોજાયેલી મોટી ગણાતી ચૂંટણીના પરિણામોએ ભાજપ માટે ‘કહી ખુશી કહીં ગમ’ જેવી સ્થિતિ સર્જી દીધી છે. ગત ૨૧મી યોજાયેલી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અને ૧૭ રાજયોની ૫૧ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની મત ગણતરી આજે હા ધરાય હતી. જેમાં મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકોમાંથી અપેક્ષા મુજબ ભાજપ-શિવસેનાની યુતિએ ૧૬૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જ્યારે હરિયાણામાં થયેલા બહુપાંખિયા જંગના આવેલા આજે પરિણામોમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર થઈ રહી છે. હરિયાણામાં સરકાર રચવા ભાજપ અને કોંગ્રેસ બન્નેને જનનાયક જનતા પાર્ટીના ટેકાની જરૂર પડનારી હોય આ પાર્ટી સુપ્રીમો દુષ્યંત ચૌટાલા કિંગમેકર સાબિત નારા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે ગત ૨૧મીએ મતદાન યા બાદ આજે સવારે વાઠ વાગ્યાથી મત ગણતરી હાથ ધરાય હતી.
મહારાષ્ટ્રમાં યુતિ કરીને લડેલી ભાજપ-શિવસેનાને સ્પષ્ટ બહુમતિ મળવાની તમામ ચેનલોએ તેમના એકઝીટ પોલોમાં સંભાવના દર્શાવી હતી. આ એકઝીટ પોલ સાચા પડતા હોય તેમ ભાજપ શિવસેના યુતિ આ લખાય રહ્યું છે ત્યારે ૧૬૨ બેઠકો પર આગળ ચાલી રહી છે. અહીં મહારાષ્ટ્રમાં બહુમતિ માટે ૧૪૫ બેઠકો જરૂરી હોય અહીં ફરીથી ભાજપ-શિવસેનાની સત્તાના સુત્રો હસ્તગત કરશે તે નિશ્ર્ચિત બની જવા પામ્યું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ૪૪ બેઠકો પર જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ૫૫ બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે અન્યો ૨૬ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ યુતિ કરવાના બદલે સ્વતંત્ર રીતે લડયા હતા. જેમાં ભાજપને ૧૨૨ બેઠકો, શિવસેનાને ૬૩ બેઠકો જ્યારે કોંગ્રેસને ૪૨ બેઠકો અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ૬૨ બેઠકો મળી હતી. આ પરિણામોમાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા ભાજપ અને શિવસેનાએ ફરીથી સાથે મળીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં ગઠ્ઠબંધન સરકાર રચી હતી. આ ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેનાએ યુતિ રચીને સાથે ચૂંટણી લડી હતી. જેનો સીધો લાભ બન્ને પક્ષોને મળ્યો છે. આજના પરિણામોમાં ભાજપ શિવસેના યુતિ સ્પષ્ટ બહુમતિ કરતા વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યું હોય તે આ યુતિ ફરીથી સરકાર રચાશે તે નિશ્ર્ચિત બન્યું છે.
હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો માટે થયેલા બહુપાંખિયા જંગની મત ગણતરીના પ્રારંભમાં ભાજપ આગળ નીકળી ગયું હતું. જેથી અહીં પણ ભાજપ સ્પષ્ટ બહુમતિ સો ફરીથી સરકાર રચશે તેવી સંભાવના જોવાઈ રહી હતી. તમામ ચેનલોના એકઝીટ પોલોમાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતિ મેળવશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી હતી. જેમ જેમ મત ગણતરી આગળ વધતી ગઈ તેમ-તેમ કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપની બહુમતિને ઓછી કરવા લાગ્યાં હતા.
આ લખાય રહ્યું છે ત્યારે ભાજપ ૩૯ બેઠકો પર કોંગ્રેસ ૩૩ બેઠકો પર, દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી ૧૦ બેઠકો પર જ્યારે અન્ય પાર્ટીઓ ૯ બેઠકો પર આગળ ચાલી રહી છે. હરિયાણામાં ભાજપ કે કોંગ્રેસ કોઈપણ પક્ષને બહુમતિ માટે જરૂરી ૪૬ બેઠકો મળવાની સંભાવના દેખાતી ન હોય અહીં ત્રીજા પરિબળ તરીકે ઉપસી આવેલી જનનાયક જનતા પાર્ટી કિંગમેકર બનશે મનાય રહ્યું છે.
૨૦૧૪માં યોજાયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૦માંી ૪૭ બેઠકો, કોંગ્રેસને ૧૫ બેઠકો જ્યારે ઓમપ્રકાશ ચૌટાલાની લોકદળ પાર્ટીને ૧૯ બેઠકો મળી હતી. આજની ચૂંટણીના પરિણામો જેમાં ભાજપને બહુ વધારે બેઠકોનું નુકશાન થતું નથી જોવા મળતું જ્યારે કોંગ્રેસને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી જે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તે મોટાભાગની બેઠકો આમપ્રકાશ ચૌટાલાની લોકદળ પાર્ટીને નુકશાન કરીને મેળવી હોય તેવું સ્પષ્ટ થઈ જવા પામી રહ્યું છે. હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાને જોતા અહીં સત્તાની ચાવી ‘ચાવી’ના નિશાન સાથે લડેલી દુષ્ટંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી પાસે રહેશે તેવી સંભાવના જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતિને અપેક્ષા મુજબ સ્પષ્ટ બહુમતિ મળતા મહારાષ્ટ્ર ભાજપમાં હરખની હેલી ઉમટી આવી છે. મુંબઈ સહિત રાજ્યભરમાં ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે નાચીને દિવાળી પહેલા દીવાળી ઉજવીને આનંદ વ્યકત કર્યો હતો. જ્યારે હરિયાણામાં ભાજપને અપેક્ષા મુજબ સ્પષ્ટ બહુમતિ ન મળતા ભાજપી આગેવાનો, કાર્યકરોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. હરિયાણાના પરિણામોમાં સતત થઈ રહેલા બદલાવી આખરી ઘડી સુધી ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોના જીવ તાળવે ચડેલા રહ્યાં હતા.