ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના ૮ માંથી ૭ અને વેપારી પેનલના ૪ ઉમેદવારો વિજેતા
બગસરા માર્કેટમાં ચાર ધારાસભ્ય સહીતની ચુંટણી તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય નાગરીક સહકારી મંડળી અને જમીન વિકાસ બેંક પંદર વર્ષથી રહી ચુકેલ તેમની સામે માત્ર માજી ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડની વ્યુ રચનાથી માર્કેટ યાર્ડ કબ્જે કરેલ અને માત્ર દસ મહિના માટે જ કોંગ્રેસના પાંચ ધારસભ્યોનું સુરસુરીયું થયું છે. ખેડુત પેનલ આઠમાંથી સાત ઉમેદવારી બહુમતિથી વિજયી થયા છે. પરિણામની સાથે જ આગામી દિવસોમાં સંસદની ચુંટણી પહેલા કોંગે્રસને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
બગસરા માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખેડુત પેલનમાંથી ૭ તો વેપારી પેનલમાંથી ૪ બેઠકો ભાજપે કબજે કરી ફરી સત્તાના સૂત્રો સંભાળ્યા હતા જયારે કોંગ્રેસ પાસે માત્ર બે બેઠકો જ રહી હતી. જેથી ભાજપે એક દિવસ પૂર્વે દિવાળી ની ઉજવણી કરી હતી.
બગસરા માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ગઇકાલ ૯૮ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં ભાજપ શાસિત વેપારી પેનલના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા જયારે ખેડુત પેનલ ૮ માંથી ૭ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જેમાં ચેરમેન કાંતિભાઇ સતાસીયાને સૌથી વધુ મત મળ્યા હતા. જીત બાદ જીલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે ખેડુતોએ ફરી ભાજપ પર વિશ્ર્વાસ વ્યકત કર્યો છે તો પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં વિરોધપક્ષના નેતા સહિત કોંગી ધારાસભ્યોના પ્રયાસો એળે ગયા છે.
માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં એ. વી. રીબડીયા, ધીરુભાઇ માયાણી, રશ્મિન ડોડીયા, રમેશ સતાસીયા સહીતના ભાજપ આગેવાનોએ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
માર્કેટીંગયાર્ડમાં કપાસ ખરીદીનો પ્રારંભ
છેલ્લા દસ દિવસથી સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડના વેપારી એસો. ભાવાતર યોજના લાગુ સાથે હડતાલ પર હતા ત્યારે ગઇકાલે સરકાર સાથે વાટાઘાટો બાદ આજે અગિયારમાં દિવસે યાર્ડ ખુલતા કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે.