• પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરાઈ 
  • રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી

Loksabha election 2024: ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપે સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 નામોની જાહેરાત કરી હતી. હવે બીજી યાદી આવતાં જ 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં કુલ 32 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક છે.

લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે.  જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભાની સાથે સાથે ગુજરાતની 26 બેઠકો પર સાતમી મે એ મતદાન થશે. ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતનું મતદાન યોજાશે, ગુજરાત સહિત તમામની મતગણતરી ચોથી જૂનના રોજ થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ થશે.

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કો : 19મી એપ્રિલ

બીજો તબક્કો : 26મી એપ્રિલ

ત્રીજો તબક્કો : સાતમી મે

ચોથો તબક્કો : 13મી મે

પાંચમો તબક્કો : 20મી મે

છઠ્ઠો તબક્કો : 25મી મે

સાતમો તબક્કો: પહેલી જૂન

પરિણામો: ચોથી જૂન

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.