80 ટકા સભ્યોને હરિરસ ખાટો લાગવા માંડયો
રાજકોટ જી.પં. માં રાજકોટની જીલ્લાની જનતા દ્વારા આપવામાં આવેલ બહુમતિ દ્વારા 2021 ની જી.પં. ની ચુંટણી માં લોકોએ બહુમતિથી ભાજપને ચુંટીને મોકલી છે રાજકોટ ની જનતાને એવો વિશ્વાસ હશે કદાચ કે સતા પર ભાજપના શાસકો ને બેસાડવાથી લોકહિતના લોકોના વિકાસના કામો થાય પરંતુ છેલ્લા 1 વર્ષ અને 3 મહિના થયા આજ સુધી ભાજપના જી.પં. ના શાસકો દિશાહીન હોય અને વહીવટી બાબતમાં કોઈપણ પ્રકારની સુઝ બુઝ અને સંકલનની ખામી ને લીધે લોકો સુધી પહોંચવાનું હોય .
વિકાસના કાર્યો કરવાના હોય જી.પં. કચેરી પર રહેવાનું હોય અધીકારીઓ સાથે મળી અને એક તાલ મેલ સાથે ના કામો કરવાના હોય . આ બધી જ બાબતમાં બાજપના શાસકો નિષ્ફળ નિવડયા છે . એક વર્ષ કરતાં વધુ સમય વિતી ગયો હોવા છતા જી.પં. ના બાજપ ના સભ્યો દ્વારા આજ સુધી અંકલન થઈ શકયું નથી . સભ્યોની અંદર અંદર ની માથાકુટો ઝગડાઓ અને ગેરહાજરી આ તમામ વસ્તુ થી કંટાળી ગ્રામ્ય કક્ષાએ થી આવતા અરજદારો જી.પં. કચેરીના ધક્કા ખાઈ નિરાશ થઈ પાછા ફરે છે . 80 % ટકા જી.પં. ના સભ્યો નો હરીરસ ખાટો થઈ ગયો છે .
મોટા ભાગના સભ્યો તો સામન્ય સભા સિવાય ડોકાતા નથી અને પ્રજાલક્ષી કામો ભુલી માત્ર ઝગડાઓ અને સંકલનનો અભાવ કાયદેસર દેખાય આવે છે . સમગ્ર જીલ્લાના લોકોમાં એવો આક્રોશ ઉભો થયો છે કે જી.પં. માં કામો થતા નથી અને લોકો જી.પં. આવવાનું બંધ કરી દિધું છે .
આવી સ્થિતિ માં જી.પં. ના ભાજપના શાસકો દ્વારા વિકાસ કાર્યો છોડી ને પ્રજાના પ્રશ્નોને મુકી ને નિષ્ક્રીય સ્થિતિ માં ભાજપના શાસકો છે . મોટા ભાગની ઓફીસો સોમવાર અને ગુરૂવાર પણ બંધ જોવા મળે છે . જીલ્લાની પ્રજાએ જયારે આવડો મોટો જનાદેશ આપ્યો છે ત્યારે ભાજપના શાસકો તેને ન્યાય આપવામાં નિષ્ફળ નિવડયા છે . એવો જન આક્રોશ જોવા અને સાંભળવા મળે છે.