પ્રદેશ પ્રમુખે ટિકિટ ફાળવણીમાં નિયમો જાહેર કર્યા બાદ અમુક કોર્પોરેટરોના પતા કપાવાની દહેશતથી લડી લેવાના મૂડમાં: ભાજપમાં મચી દોડધામ
આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સોમવારે એક મોટી જાહેરાત કરી હતી જેમાં ઉમેદવારને ટીકીટ ફાળવણીમાં નિયમો જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે આ નિયમોને લઈ જામનગરમાં ભાજપના અમુક કોર્પોરેટરના પતા કપાતા હોય ત્યારે અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી લડવાની તૈયારીઓ કરતા હોવાનું ભાજપ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ટીકીટ ફાળવણી બાબતે અમુક નિયમો અંગેની જાહેરાત જારી કરી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કોર્પોરેટર ત્રણ ટર્મ ચૂંટણી લડી ચુક્યા હોય અથવા તો જે દાવેદારની ઉમર 60 વર્ષ કે તેથી ઉપરના હોય અને સંગઠનમાં કામ કરતા હોય તેવા દાવેદાર કે પૂર્વ કોર્પોરેટરને ટિકિટ નહિ આપવામાં નહિ આવે ત્યારે આ નિયમને લઈ હાલ જામનગરમાં પૂર્વ કોર્પોરેટર અને દાવેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાલ જામનગરમાં વોર્ડ વાઇસ જોઈએ તો વોર્ડ ન.2 માં કિશનભાઈ માડમ,વોર્ડ ન.3 માં દિનેશભાઇ પટેલ (પૂર્વ કોર્પોરેટર),વોર્ડ ન.4 માં કેશુભાઈ માડમ અને વોર્ડ ન.9 માં પ્રવીણભાઈ માડમ સહિત ચારે મંગણીદારો 60 વર્ષની કેટેગરીમાં આવતા હોય.જ્યારે ત્રણ વખત ચૂંટણી લડી હોય તેવામાં વોર્ડ ન. પના પૂર્વ કોરોરેટર કરસન કરમુર,વોર્ડ ન.6 માં કમલાસિંગ રાજપૂત (પૂર્વ સ્ટે.ચેરમેન),વોર્ડ ન.7 માં મેરામણ ભાટ્ટ (પૂર્વ કોર્પોરેટર),વોર્ડ ન.10 માં હસમુખ જેઠવા (પૂર્વ કોર્પોરેટર),વોર્ડ ન.11 માં જશરાજ પરમાર (પૂર્વ કોર્પોરેટર) તેમજ વોર્ડ ન.13 માં મનીષ કનખરા (પૂર્વ કોર્પોરેટર) આ તમામ ત્રણ ટર્મ વારી કેટેગરીમાં આવતા હોય ત્યારે હાલ તો ટીકીટ ફાળવણી બાબતે જે નિયમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જારી કારેલ છે તે મુજબ આ તમામ પૂર્વ કોર્પોરેટરોની ટિકિન કપાઈ ગઈ હોવાનું સમજી શકાય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે. હવે જોવાનું તે રહ્યું કે આ કેટેગરીના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ નહિ મળે તો શું..? જે હોય તે પણ હાલ તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેરાત તો કરી દીધી છે એટલે સ્થાનિક લેવલથી લઈ ઉપર સુધી અમલવારી કરવી જ રહી. જો જારી કરેલા નિયમ મુજબ જ ટિકિટની ફાળવણી કરવામાં આવશે તો કદાચ જામનગરના ત્રણથી ચાર સિનિયર કોર્પોરેટ કઈક નવાજુની કરવાના મૂડમાં હોય તેવું ભાજપના જ એક સૂત્રમાંથી જાણવા મળ્યું છે.જો કે આ બાબતની ગંધ ભાજપના હોદ્દેદારોની આવી ગઈ હોય ત્યારે હાલ તો પક્ષમાં પણ તરહ તરહની વાતો થવા લાગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી બાજુ જોઇએ તો આ વખતે સેન્સ પ્રક્રિયા વખતે દાવેદારો રાફડો ફાટ્યો હતો.લગભગ 500 થી દાવેદારો ઉમટી પડતા નિરીકક્ષકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા ત્યાં વધારેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની નિયમવારી જાહેરાતથી ટીકીટ ફળવાણીનો પ્રશ્ન વધારે પેચીદો બન્યો છે અને સ્થાનિક ભાજપ પણ મૂંઝવણમાં પડી ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.