ભાજપના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર વીડિયો પબ્લિશ કરાયો, કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ સામે આકરા પ્રહારો

ભાજપે કોંગ્રેસ ફાઈલ્સના વધુ બે એપિસોડ જારી કરી કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોલસાની દલાલીમાં હાથ કાળા હોય છે કહેવતનો ઉલ્લેખ કરતાં ભાજપે કહ્યું કે જ્યારે કોલસો પોતે જ કોંગ્રેસની સરકારમાં કૌભાંડોનો શિકાર બન્યો હતો ત્યારે તમે વિચારી શકો છો કે કોંગ્રેસે ક્યાં અને કેવી રીતે કૌભાંડો કર્યા નથી. ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયાને ટ્વિટ કરીને અપલોડ કરવામાં આવ્યો હતો.

ભાજપે જાહેર કરાયેલા લેટેસ્ટ વીડિયોમાં લખ્યું છે કે કોલસાની દલાલીમાં કાળા ’હાથ’ કરવાની કહાની. આના દ્વારા પાર્ટીએ ’2012ના કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોલસાની દલાલીમાં માત્ર કોંગ્રેસનો હાથ જ નહીં પરંતુ કોંગ્રેસની યુપીએ સરકારને પણ કાળા કરવામાં આવી હતી. પાર્ટીએ આ વીડિયોમાં અનેક મીડિયા રિપોર્ટ પણ દેખાડવામાં આવ્યા છે. બીજેપીએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો કે મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન તેમના વચનો ચર્ચા ઓછી જ્યારે કૌભાંડોની ચર્ચા વધુ થઈ હતી.

ભારતીય જનતા પાર્ટીએ ’કોંગ્રેસ ફાઇલ્સ’ના બીજો એપિસોમાં યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ સાથે પાર્ટીએ કોલસા કૌભાંડ પર યુપીએ સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કપૂરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપેલા નિવેદનને વીડિયોમાં ટાંકવામાં આવ્યું છે. કપૂરે દાવો કર્યો હતો કે તેમને એમએફ હુસૈનની પેઇન્ટિંગ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી 2 કરોડ રૂપિયામાં ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને પદ્મ ભૂષણ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પૈસા કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવાર માટે વાપરવાના હતા. રાણા કપૂરે 9-10 માર્ચ 2020ના રોજ ઇડી સમક્ષ નિવેદનો આપ્યા કે વેચાણની ગોઠવણ કોંગ્રેસ નેતા મુરલી દેવરા દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ખરીદીના થોડા દિવસ પછી કોંગ્રેસના અન્ય નેતા અહેમદ પટેલે તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એવોર્ડ માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે. એપ્રિલ 2022માં મુંબઈની પીએમએલએ કોર્ટમાં ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં આ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.