રાજકોટ બેઠક માટે ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર બેઠક માટે કિરીટસિંહ રાણા, જામનગર માટે ચીમન સાપરીયા, પોરબંદર બેઠક માટે બાબુભાઈ બોખીરીયા, જૂનાગઢ માટે માધાભાઈ બોરીચા, અમરેલી માટે વી.વી.વઘાસીયા, ભાવનગર માટે હર્ષદભાઈ દવેની ઈન્ચાર્જ તરીકે વરણી
નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર તથા રમેશ રૂપાપરાને જૂનાગઢ બેઠકના પ્રભારી બનાવાયા
લોકસભાની ચુંટણીના આડે હવે સાત મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ફરી એક વખત ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભગવો લહેરાવવા માટે ભાજપે ચુંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગઈકાલે સી.એમ.બંગલા ખાતે મળેલી પક્ષના હોદેદારોની બેઠકમાં રાજયની તમામ ૨૬ બેઠકો માટે પ્રભારી, ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની વરણી કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ગઈકાલે વિસ્તૃત ચર્ચા બાદ તમામ ૨૬ બેઠકો માટે પ્રભારી, ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની નિમણુક કરવામાં આવી છે. લોકસભાની કચ્છ બેઠક માટે પ્રભારી તરીકે બિપીનભાઈ દવે, ઈન્ચાર્જ તરીકે દિલીપભાઈ ત્રિવેદી અને સહઈન્ચાર્જ તરીકે કાંતીભાઈ અમૃતિયા, બનાસકાંઠા બેઠક માટે પ્રભારી તરીકે દુષ્યંતભાઈ પંડયા, ઈન્ચાર્જ તરીકે રાણાભાઈ દેસાઈ અને સહઈન્ચાર્જ તરીકે ગુમાનસિંહ ચૌહાણ, પાટણ બેઠક માટે પ્રભારી તરીકે મયંકભાઈ નાયક, ઈન્ચાર્જ તરીકે ભરતભાઈ રાજગોર અને સહઈન્ચાર્જ તરીકે ગજેન્દ્રભાઈ સકસેના, મહેસાણા બેઠક માટે પ્રભારી તરીકે જગદીશભાઈ પટેલ, ઈન્ચાર્જ તરીકે રજનીભાઈ પટેલ અને સહ ઈન્ચાર્જ તરીકે નટુજી હલાજી ઠાકોર, સાબરકાંઠા બેઠક માટે પ્રભારી તરીકે પ્રદિપસિંહ વાઘેલા, ઈન્ચાર્જ તરીકે તખ્તસિંહ હડીયોલ અને સહઈન્ચાર્જ તરીકે કનુભાઈ પટેલ, ગાંધીનગર બેઠક માટે પ્રભારી તરીકે પૃથ્વીરાજ પટેલ, ઈન્ચાર્જ તરીકે હર્ષદ પટેલ અને સહઈન્ચાર્જ તરીકે ઈશ્ર્વરભાઈ વાઘેલાની નિમણુક કરવામાં આવી છે.
અમદાવાદ પૂર્વ બેઠક માટે ડો.જીવરાજભાઈ ચૌહાણની પ્રભારી તરીકે, ઈન્ચાર્જ તરીકે વલ્લભભાઈ કાકડીયા અને સહ ઈન્ચાર્જ તરીકે નરેન્દ્રસિંહ ઝાલાની, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક માટે પ્રભારી તરીકે આઈ.કે.જાડેજા, ઈન્ચાર્જ તરીકે રાકેશ શાહ અને સહ ઈન્ચાર્જ તરીકે પ્રવિણભાઈ પટેલની નિયુકિત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની ૭ બેઠકો માટે સુરેન્દ્રનગર બેઠકના પ્રભારી તરીકે નીતિનભાઈ ભારદ્વાજ, ઈન્ચાર્જ તરીકે કિરીટસિંહ રાણા અને સહઈન્ચાર્જ તરીકે કુશળસિંહ પઠેરીયા, રાજકોટ બેઠકના પ્રભારી તરીકે નરહરી અમીન, ઈન્ચાર્જ તરીકે ધનસુખ ભંડેરી અને સહ ઈન્ચાર્જ તરીકે બાવનજી મેતલીયા, પોરબંદર બેઠકના પ્રભારી તરીકે રમેશભાઈ મુંગરા, ઈન્ચાર્જ તરીકે બાબુભાઈ બોખીરીયા અને સહઈન્ચાર્જ તરીકે જયંતીભાઈ ઢોલ, જામનગર બેઠક માટે પ્રભારી તરીકે રમણલાલ વોરા, ઈન્ચાર્જ તરીકે ચીમનભાઈ સાપરીયા અને સહઈન્ચાર્જ તરીકે મેઘજીભાઈ કણઝારીયા, જુનાગઢ બેઠક માટે પ્રભારી તરીકે રમેશભાઈ રૂપાપરા, ઈન્ચાર્જ તરીકે માધાભાઈ બોરીચા અને સહઈન્ચાર્જ તરીકે કનુભાઈ ભાલાળા, અમરેલી બેઠકના પ્રભારી તરીકે જયંતીભાઈ કવાડિયા, ઈન્ચાર્જ તરીકે વી.વી.વઘાસીયા અને સહઈન્ચાર્જ તરીકે રાઘવજીભાઈ મકવાણા, ભાવનગર બેઠકના પ્રભારી તરીકે મહેશભાઈ કસવાલા, ઈન્ચાર્જ તરીકે હર્ષદભાઈ દવે, સહઈન્ચાર્જ તરીકે હરૂભાઈ ગોંડલીયાની નિયુકિત કરવામાં આવી છે.
આણંદ બેઠક માટે પ્રભારી તરીકે અમિતભાઈ શાહ, ઈન્ચાર્જ તરીકે દિપક પટેલ અને સહઈન્ચાર્જ તરીકે રમણભાઈ સોલંકી, ખેડા બેઠક માટે પ્રભારી તરીકે જયસિંહ ચૌહાણ, ઈન્ચાર્જ પંકજ દેસાઈ, સહઈન્ચાર્જ તરીકે મહેન્દ્રસિંહ મંડોરા, પંચમહાલ બેઠક માટે પ્રભારી તરીકે પરાક્રમસિંહ જાડેજા, ઈન્ચાર્જ તરીકે સરદારસિંહ બારીયા, સહઈન્ચાર્જ તરીકે દિનેશભાઈ પટેલ, દાહોદ બેઠક માટે પ્રભારી તરીકે અમિતભાઈ ઠાકર, ઈન્ચાર્જ તરીકે સુધીરભાઈ લાલપુરવાળા અને સહઈન્ચાર્જ તરીકે ડો.કુબેરસિંહ બિન્દોર, વડોદરા બેઠક માટે પ્રભારી તરીકે જય નારાયણ વ્યાસ, ઈન્ચાર્જ તરીકે ભુપેન્દ્રભાઈ લાખાવાલા અને સહઈન્ચાર્જ તરીકે કેતનભાઈ ઈમાનદાર, છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે રમેશભાઈ મીસ્ત્રી, ઈન્ચાર્જ તરીકે મુકેશભાઈ પટેલ અને સહઈન્ચાર્જ તરીકે શબ્દશરણ તડવી, ભરૂચ બેઠક માટે પ્રભારી તરીકે પ્રફુલભાઈ પાનસેરીયા, ઈન્ચાર્જ તરીકે છત્રસિંહ મોરી અને સહઈન્ચાર્જ તરીકે બળવંતસિંહ ગોહેલ, બારડોલી બેઠક માટે પ્રભારી તરીકે પુણેશભાઈ મોદી, ઈન્ચાર્જ તરીકે રાજેશભાઈ પાઠક અને સહઈન્ચાર્જ તરીકે હર્ષદભાઈ ચૌધરી, સુરત બેઠક માટે પ્રભારી તરીકે ભરતભાઈ બારોટ, ઈન્ચાર્જ તરીકે અજયભાઈ ચોકસી અને સહઈન્ચાર્જ તરીકે જનકભાઈ કાછડીયા, નવસારી બેઠક માટે પ્રભારી તરીકે નિરંજનભાઈ જાંજમેરા, ઈન્ચાર્જ તરીકે અશોકભાઈ ધોરાજીયા અને સહઈન્ચાર્જ તરીકે કિશોરભાઈ બિંદલ જયારે વલસાડ બેઠક માટે પ્રભારી તરીકે વિવેકભાઈ પટેલ, ઈન્ચાર્જ તરીકે ઠાકોરભાઈ પટેલ અને સહઈન્ચાર્જ તરીકે મણીભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે.