વિવિધ સમાજના લોકો ભારતીય સંસ્કૃતિની પરંપરાગત વેશભૂષામાં માનવ મહેરામણ ઉમટશે
આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 11 ઓક્ટોબરના રોજ રાજકોટ જીલ્લાના જામકંડોરણાના ખાતે વિશાળ જનસભાને સંબોધવા પધારનાર છે. તે અંતર્ગત અને તડામાર તૈયારીના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિનોદભાઈ ચાવડા, રાજકોટ જીલ્લાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કુવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, જીલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, બાવનજીભાઈ મેતલીયા, વિધાનસભા ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ ગોહિલ, ભગવાનજીભાઈ કરગટીયા, સંજયભાઈ કોરડીયા, વિનુભાઈ કથીરીયા, હર્ષદભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં કોઈ કચાસ ન રહે તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના ધોરાજી, શહેર, ધોરાજી તાલુકા, ભાયાવદર શહેર, ઉપલેટા શહેર, ઉપલેટા તાલુકા, જામકંડોરણા, જેતપુર શહેર, જેતપુર તાલુકા, ગોંડલ શહેર, ગોંડલ તાલુકા, કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ તાલુકા, પડધરી તાલુકા, જસદણ શહેર, જસદણ તાલુકા, વીંછીયા તાલુકા ખાતે મિટિંગો, ખાટલા બેઠકો, જૂથ મિટિંગોનો ધમધમાટ શરૂ કરીને કાર્યક્રમને સફળ બનાવવા તમામ મંડળના પ્રમુખ તથા મહામંત્રીઓ કિરીટભાઈ પાદરીયા, પરાગભાઈ શાહ, જીગ્નેશભાઈ ડેર, રમણીકભાઈ લાડાણી, પૃથ્વીસિંહ ચુડાસમા, રમેશભાઈ માખેચા, અતુલભાઈ વાછાણી, જનકસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ, ગૌતમભાઈ વ્યાસ, સુરેશભાઈ રાણપરીયા, રમેશભાઈ જોગી, બાબુભાઈ ખાચરીયા, ડિ.કે.બલદાણીયા, વેલજીભાઈ સરવૈયા, નરશીભાઈ સોજીત્રા, અશોકભાઈ ઉંધાડ, ચંદુભાઈ દુધાત્રા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, અશોકભાઈ પરવાડીયા, ભગવાનજીભાઈ રામાણી, જીતુભાઈ જીવાણી, બકુલભાઈ જેસ્વાલ, જસમતભાઈ સાંગાણી, વિક્રમભાઈ મેતા, કિશોરસિંહ જાડેજા, મુકેશભાઈ કમાણી, મોહનભાઈ ખુંટ તથા તમામ જીલ્લા હોદ્દેદારો, સાંસદશ્રી, ધારાસભ્ય, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, સહકારી આગેવાનો પ્રવાસ કરી રહ્યા છે.
આ બેઠકમાં જયેશભાઈ રાદડિયાએ બેઠકમાં કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા રાજકોટ જીલ્લાના પટેલ સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ તથા ઇત્તર જ્ઞાતિના લોકો આપણી ભારતીય સંસ્કૃતિ અને ઉજાગર કરતા પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનને સત્કારવાની તડામર તૈયારીના ભાગરૂપે અને કાર્યક્રમને ચાર ચાંદ લાગી જાય તે અંગે રાજકોટ જીલ્લાના મુખ્ય હાઈવે રોડ રસ્તા ઉપર પ્રચાર પ્રસાર માટે મોટા વોર્ડિંગસ, બેનરો ભાજપની ઝંડી અને ઝંડાઓ દ્વારા આકર્ષક શણગાર કરવામાં આવશે.
તારીખ 11મીએ જામકંડોરણા ખાતે દોઢ લાખ માનવસાગર સ્વયંભૂ ઉમટશે, જેને ધ્યાને લઈ દોઢ લાખ લોકોની વ્યવસ્થા માટે 40 વીઘા જમીનમાં 400ડ્ઢ1250 સાઈઝના 5 ડોમ તેમજ 100440ડ્ઢ8નું ભવ્ય આકર્ષક ડેકોરેશનવાળું સ્ટેજ, બેસવા માટે આરામદાયક ખુરસી તેમજ પ્રધાનમંત્રીના વ્યવસ્થિત દર્શન થઈ શકે તે માટે ડોમમાં 3ર કઊઉ સ્ક્રીન મુકવામાં આવી છે.
આ તકે વિનોદભાઈ ચાવડા અને મહેન્દ્રસિંહ સરવૈયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ડબલ એન્જનવાળી સરકારએ કરેલા લોકહીતના વિકાસકાર્યને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જન બની રહ્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 2/3થી પણ વધુ ભારે બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બેઠકનું સંચાલન મનસુખભાઈ રામાણી તથા આભારવિધિ મનીષભાઈ ચાંગેલાએ કરી હતી.
આ કાર્યક્રમની પ્રચાર પ્રસારની જવાબદારી સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ સંભાળી રહ્યા છે તેમજ આ કાર્યક્રમની સાહિત્યક વ્યવસ્થા અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂત સંભાળી રહ્યા છે.