કોટડાસાંગાણી, લોધીકા અને રાજકોટ તાલુકામાં નવા હોદેદારોની વરણી લટકી
ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં સંગઠનનાં હોદેદારોની નિમણુકની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે રાજકોટ જિલ્લાનાં ૧૭ પૈકી ૧૪ ગ્રામ્ય-શહેરમાં પ્રમુખ અને મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે. કોટડાસાંગાણી, લોધીકા અને રાજકોટ તાલુકામાં પ્રમુખ અને મહામંત્રીની વરણી લટકી પડી છે.
રાજકોટ જિલ્લા સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા ઉપરાંત જિલ્લાનાં સહ-સંરચના અધિકારી પ્રવિણભાઈ માકડિયા, ભાનુબેન બાબરીયા દ્વારા પ્રદેશ ભાજપનાં અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે રમણીકભાઈ ઠુંમર, મહામંત્રી તરીકે પરાગભાઈ શાહ અને જીજ્ઞેશભાઈ ડેર, ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંજયભાઈ માંકડિયા, મહામંત્રી તરીકે અતુલભાઈ બોરીચા અને પૃથ્વીસિંહ ચુડાસમા, ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ તરીકે અતુલભાઈ વાછાણી જયારે મહામંત્રી તરીકે સરજુભાઈ માંકડિયા અને દિપકભાઈ મેરાણી, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ માથુકીયા, મહામંત્રી તરીકે મનિષભાઈ કંડોરીયા અને વિજયભાઈ બાબરીયા, ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ મકાતી, મહામંત્રી તરીકે રાજુભાઈ ડાંગર તથા વિપુલભાઈ રૂદાણી, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભા ચૌહાણ, મહામંત્રી તરીકે ગૌતમભાઈ વ્યાસ અને સુરેશભાઈ રાણપરીયા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ જોગી, મહામંત્રી તરીકે બાબુભાઈ ખાચરીયા તથા વિપુલભાઈ સંચાણીયા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે દિનકરભાઈ ગુંદારીયા, મહામંત્રી તરીકે વેલજીભાઈ સરવૈયા અને નવનીતભાઈ ખુંટ, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ દુધાત, મહામંત્રી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અશોકભાઈ પરવારીયા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ રામાણી, મહામંત્રી તરીકે જીતુભાઈ જીવાણી અને બકુલભાઈ જેસવાલ, જસદણ શહેર ભાજપ પ્રમુખ તરીકે અનિલભાઈ મકાણી, મહામંત્રી તરીકે ભરતભાઈ છાયાણી અને મુકેશભાઈ જાદવ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વલ્લભભાઈ રામાણી, મહામંત્રી તરીકે વનરાજભાઈ ખીટ અને મનસુખભાઈ ડામસીયા, વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અશ્ર્વિનભાઈ સાકરીયા, મહામંત્રી તરીકે અંજનભાઈ ધોળકિયા અને હનુભાઈ ડેલવાળીયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હઠીસિંહ જાડેજા, મહામંત્રી તરીકે મનોજભાઈ પેઢડીયા અને પ્રવિણભાઈ હેરમાની વરણી કરવામાં આવી છે.