ભાજપના પદાધિકારીઓ અને નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓ વચ્ચે પ્રિ-બજેટ કાઉન્સીલ બેઠક યોજાઈ
કેપીટલ ગેઈન ટેકસ અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસમાં ઘટાડાના એંધાણ: ર્અતંત્રને મજબૂત બનાવવા વિદેશી મુડી રોકાણકારોને કેન્દ્રસને રખાય તેવી શકયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં વિદેશી મુડી રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ પગલાઓ લઈ રહી છે. જેના અનુસંધાને સરકારે વિવિધ કરવેરામાં રાહત આપવાની તૈયારી થોડા સમય પહેલા દર્શાવી હતી. દરમિયાન વર્તમાન સમયે વધુને વધુ વિદેશી મુડી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા આવે તે માટે ભાજપ દ્વારા સરકારને સુચન કરવામાં આવ્યું છે. આગામી બજેટમાં વિદેશી મુડી રોકાણનો ફલો જળવાઈ રહે તે માટેના પ્રયાસો વા જઈ રહ્યાં છે. ત્યારે આવા સંજોગોમાં લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ અને ડીવીડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ સહિતના મુદ્દે સરકાર હકારાત્મક વલણ દાખવે તે અંગે વિવિધ રજૂઆત કરાઈ છે.
તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ, નાણાપ્રધાન તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ વચ્ચે પ્રિ બજેટ કાઉન્સીલીંગ બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ દ્વારા વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ટેકસમાં રાહત આપવામાં આવે તેવું સુચન કરવામાં આવ્યું હતું. આ બેઠકની વિસ્તૃત વિગતો ગોપાલકૃષ્ણ અગ્રવાલ દ્વારા અપાઈ હતી.
અહીં નોંધનીય છે કે, ઈકવીટી સ્ટોકના રોકાણકારો ઘણા સમયી લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ મુદ્દે નારાજ છે. બીજી તરફ ફાયનાન્સીયલ ટ્રાન્જેકશન બહોળા પ્રમાણમાં ભારતના સીમાડા વટાવી વિદેશ જવા લાગ્યું હોવાની બાબત પણ સરકારને ચિંતામાં મુકી રહી છે. આવી સ્થિતિમાં સરકાર આગામી બજેટમાં રોકાણકારોને રાહત આપવાના હતી કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છે. વર્તમાન સમયે ભારતીય કંપનીઓને ૧૦ ટકાી વધુ ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ ચૂકવવો પડે છે. આ ઉપરાંત કેટલાક રોકાણકારોને રૂા.૧૦ લાખી વધુ ડિવિડંડ એક નાણાકીય વર્ષમાં મેળવ્યું હોય તેવી સ્થિતિમાં તેમને ૧૦ ટકા સુધીનો કર ચૂકવવાનો તો હોય છે. આ કારણે વિદેશી મુડીનો ફલો ઘટયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
વર્તમાન સમયે ભારતીય ટેકસ પ્રણાલીમાં રહેલી અસમંજસતાના કારણે વિદેશી મુડી રોકાણકારો દ્વિધામાં મુકાઈ ગયા હતા. વર્તમાન સમયે સિંગાપુર, હોંગકોંગ, લંડન સહિતના શહેરોમાં રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે જેની પાછળ ભારતમાં કરવેરામાં અસમાનતા અને તોતીંગ ઉછાળો હોવાનું જાણવા મળે છે. આ વાતના અનુસંધાને આગામી બજેટમાં કરવેરામાં રાહત આપવાનું સુચન ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા સરકારમાં કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિક સ્તરે રાજકારણની તંદુરસ્તી જાળવવા માટે આ સુચન મુજબના પગલા લેવાય તેવી આશા પણ વ્યકત થઈ છે.