૩૦મી માર્ચે ભાજપના કોર્પોરેટરો મેયર ડો.જૈમન ઉપાધ્યાયની આગેવાનીમાં દિલ્હીમાં વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લેશે: ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો દિલ્હી જશે: ૪ કોર્પોરેટરો અંગત કારણોસર પીએમને નહીં મળી શકે
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરોને દિલ્હી શુભેચ્છા મુલાકાતે આવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી ૩૦મી માર્ચના રોજ મેયર ડો.જૈમન ઉપાધ્યાયની આગેવાનીમાં ભાજપના ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો નરેન્દ્રભાઈ મોદી સો શુભેચ્છા મુલાકાત કરશે. પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ સહિત ૪ કોર્પોરેટરો અંગત કારણોસર સંજોગાવસાત પીએમને મળી શકશે નહીં.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બે માસ પૂર્વે મેં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પત્ર લખ્યો હતો જેમાં એવી વિનંતી કરી હતી કે, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ૩૮ કોર્પોરેટરો આપની સો શુભેચ્છા મુલાકાત કરવા ઈચ્છી રહ્યાં છે. દરમિયાન પીએમએ ગત ૮મી ફેબ્રુઆરીના રોજ શુભેચ્છા મુલાકાત માટે સમય આપ્યો હતો. પરંતુ સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ૯મી ફેબ્રુઆરીના રોજ બજેટ મંજૂર કરવાનું હોય આ મુલાકાત શકય ન હતી અને પીએમ પાસે અન્ય તારીખની માંગણી કરવામાં આવી હતી. જેને વડાપ્રધાને સ્વાકારી છે અને આગામી ૩૦ માર્ચના રોજ સવારે ૧૦ કલાકે પીએમ ઓફિસ ખાતે ભાજપના તમામ કોર્પોરેટરોને મળવા માટેનો સમય આપ્યો છે.
૨૯મી માર્ચના રોજ ભાજપના કોર્પોરેટરો અમદાવાદી વાય એર દિલ્હી જશે અને રાત્રી રોકાણ ગુજરાતી સમાજમાં કરશે. દરમિયાન ૩૦મીએ સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળશે અને તેઓની પાસેી વિવિધ માહિતી મેળવશે. આટલું જ નહીં પરંતુ કોર્પોરેટરો લોકસભા અને રાજયસભાની પણ મુલાકાત લેશે. ૩૦મીના રોજ બપોરે રાજકોટ ભાજપના કોર્પોરેટરો સાંસદ મોહનભાઈ કુંડારીયાના મહેમાન બનશે અને સાંજે રાજકોટ પરત ફરશે.
પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ હાલ વિદેશ હોય, વોર્ડ નં.૭ના કોર્પોરેટર હિરાબેન મહેતાના સાસુનું ઓપરેશન હોવાના કારણે, જયારે દેવુબેન જાદવ અને મુકેશભાઈ રાદડીયાના અંગત પ્રસંગ હોવાના કારણે તેઓ વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત વેળાએ દિલ્હી આવી શકશે નહીં. બાકીના ભાજપના ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો વડાપ્રધાનની મુલાકાત લેશે.