શહેર ભાજપ પ્રમુખ ઉપર ખોટા આક્ષેપક કરતા બિલ્ડરની ભાજપ પ્રમુખ દ્વારા પોલીસમા કરી રજુઆત કરાઈ
શહેરના એક બિલ્ડર દ્વારા શહેરના ભાજપ પ્રમુખ પર પાયાવિહોણા ખંડણીનો આરોપ મુકવામાં આવ્યૉ છે.
આ આરોપને ભાજપ પ્રમુખ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. આ બિલ્ડર વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.બિલ્ડર દ્વારા માંગરોળમાં હાલ ચાલી રહેલ કામ તેમજ પૂર્વ થયેલ કામમાં પુષ્કળ પ્રમાણમાં ગેરરીતિના આક્ષેપ કરાયા છે .
માંગરોળ શહેર પ્રમુખ પાસે અલગ અલગ લોકોની ફરિયાદો આવી હતી . શહેર પ્રમુખ દ્વારા લેખિતમાં નગરપાલિકાને જાણ કરી બાંધકામની મંજૂરી છે કે કેમ તેની જાણ કરતા વિવાદ વધ્યો હતો .
હાલ માંગરોળ નગરપાલિકા દ્વારા આ કામ મંજૂરી લીધા વગરનું ગેરકાયદેસર બાંધકામ થતું હોય તે રોકી દેવામાં આવ્યું છે તેમજ બીજા બાંધકામની પણ નગરપાલિકા દ્વારા તપાસ થશે.
નિતિન પરમાર