આગામી સમયમાં પ્રશાંત કોરાટ રાજ્ય સરકાર અને વડાપ્રધાન મોદીને ‚બ‚ મળશે: સમાજમાં મુઠ્ઠી ઉંચે‚ નામ ધરાવતા કોરાટ પરિવારના યુવરાજને ટિકિટ ફાળવે તો ભાજપનો વિજય સરળ બને તેવુ રાજકીય પંડિતોનું તારણ
જેતપુર-જામકંડોરણા વિધાનસભાની બેઠક પર ભાજપના યુવા પ્રમુખ પ્રશાંત કોરાટની મજબૂત દાવેદારી નોંધાવશે.
જેતપુર-જામકંડોરણા વિધાનસભાની બેઠક પર આગામી ૨૦૧૭ની ચુંટણીમાં જેતપુરના અને રાજકોટના યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટે ‘અબતક’નાં પત્રકાર કિશોર મા‚ સાથેની સીધી વાતમાં જણાવેલ કે હું આગામી વિધાનસભાની સીટમાં મજબૂત દાવેદારી નોંધાવશે. આ બાબતે તેઓ જેતપુર પ્રતિનીધી મંડળ, ડેલીગેશન સાથે રાજ્ય સરકાર તેમજ રાજ્યના ભાજપના નેતાગણ સાથે અને દિલ્હીમાં વડાપ્રધાન મોદીને ‚બ‚ મળી પોતાની ટીકીટ માટે રજુઆત કરશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, જેતપુર પંથકમાં કોરાટ પરિવારની સેવાની જ્યોત આજે પણ ઉજ્જવળ છે. તેમજ સ્વ. સવજીભાઇ કોરાટ, માતા પૂર્વમંત્રી જશુમતીબેન કોરાટના રાહબરી નીચે પ્રશાંત કોરાટ પણ જેતપુર પંથકમાં દરેક સમાજમાં જાહેર ક્ષેત્રે સા‚ એવુ નામ ધરાવે છે. જો જેતપુર-જામકંડોરણા સીટ પર પ્રશાંત કોરાટને ટીકીટ આપવામાં આવે તો આ સીટ પર ભાજપનો વિજય આસાન રહેશે. તેમજ જેતપુર પંથકમાં પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ બાદ જેતપુર પંથકમાં અનેક પ્રાણપ્રશ્ર્નો બાબતે હાલમાં ભાજપથી લોકો નારાજ છે. આવા સમયે યુવા પ્રતિભા ચહેરો પ્રશાંત કોરાટને વિધાનસભાની ટીકીટ ફાળવવામાં આવશે. તો જેતપુર પંથકમાં ભાજપનો વિજય નિશ્ર્ચિત હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.