તમામ બૂથમાંથી ભાજપ આગેવાનો જોડાયા: જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ

પ્રદેશ ભાજપની સુચના અનુસાર શહેર ભાજપ દ્વારા વિવિધ વર્ચ્યુઅલ ડિજિટલ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્ર્વમાં ભારતની આન, બાન, શાન વધી છે, ત્યારે મોદી સરકારે એક તરફ સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અને બીજી બાજુ વનરેક વન પેન્શન, વન-નેશન, વન-ટેકસ અને ખેડુતોની વર્ષો જુની માંગો લઘુતમ ટેકાના ભાવ થકી પૂર્ણ કરી વર્તમાન સમયમાં કોરોના મહામારી સામે દેશને એક જૂટ કરીને તેનો સામનો કરવા માટે નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આહવાન કરીને ‘એક ભારત જ શ્રેષ્ઠ ભારત’નો મંત્ર આપ્યો છે.

આગામી સમયમાં ૧ લાખથી વધુ નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ કાર્યકર્તાઓનાં માધ્યમથી ઘર ઘર સુધી પહોચાડાશે, ત્યારે આ ઘણ ઘર સંપર્ક અભિયાનમાં ભાજપ અગ્રણીઓ જોડાયા હતા. તેમજ આ અભિયાનને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય ખાતેથી પત્રિકા વિતરણની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને કાર્યાલયમંત્રી હરેશ જોષી સંભાળી રહ્યા છે.

વોર્ડ નં.૭માં બુથ નં. ૨૪૭માં ઘર-ઘર સંપર્ક અભિયાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપા સરકારને બીજા ટર્મનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિવિધ વર્ચલ્યુંલ ડીજીટલ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત નરેન્દ્રભાઈ મોદીના સંદેશ સાથે વોર્ડ નં.૭ના બુથ નં. ૨૪૭માં ભાજપના કોર્પોરેટર મીનાબેન પારેખ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તથા બુથના આગેવાન જીગરભાઈ મારૂ ‚દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન યોજાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.