ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સુરત અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સુરતમાં સમસ્ત મોઢ સમાજના અધિવેશનમાં તેઓ હાજર રહેશે.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી સમસ્ત મોઢ સમાજના પ્રદેશ પ્રમુખ છે. આ ઉપરાંત MLA પુર્ણેશ મોદી પણ મોઢ સમાજના આગેવાન છે. ત્યારે તેમની આગેવાનીમાં મળનાર અધિવેશનમાં અમિત શાહ હાજરી આપશે. ત્યાર બાદ તાપી જિલ્લાના કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે. ત્યાર પથી અમદાવાદમાં પણ JITOના કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ યોજાનાર આ કાર્યક્રમમાં આવાસ યોજના અને હોસ્ટેલનું લોકાર્પણ પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત જામનગરથી શરૂ થશે. તેઓ જામનગરમાં વિવિધ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અમદાવાદના મહેમાન બનવાના છે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય પહેલા વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં મેટ્રોનું જે સ્વપ્ન જોયું હતું તે આવતીકાલે પૂર્ણ થવા જઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મેટ્રો પ્રોજક્ટના એક ફેઝની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.