વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરવાતા ભારતનું સત્તરમી લોકશાહીના પુન: નિર્માણ ની લોકતાંત્રિક પ્રક્રિયા જેવી સામાન્ય ચુંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એમડીએને સ્પષ્ટથી પણ વધારે બહુમતિ મળ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમની તૈયારીઓ આરંભાઇ ચુકી છે. ભાજપને સફળતાના શિખરો સર કરાવવાના ચાવીરુપ રાજનીતી ચાણકય અમિત શાહને સરકારમાં ‘શહેન શાહ’બનાવવાની કવાયત આરંભવામાં આવી છે. અમિત શાહને મોદી સરકારમાં સામેલ કરી મોદીના વિકાસ વાદને વધુ વેગવાન બનાવશે તેવું રાજકીય પંડીતોમાં ચર્ચાઇ રહ્યું છે.

એનડીએ-ર સરકારની રચનાની હજુ કોઇ મુસદ્રા રૂપ જાહેરાત કે મંત્રી મંડળ અંગે કોઇ સંકેતો મળ્યા નથી. પરંતુ અમિત શાહને સરકારમાં ‘શહેન શાહ’બનાવવાના સંકેતો નિશ્ચિત બન્યા છે. અમિત શાહ માટે હવે સરકારના સંચાલન માટે મહત્વની ચાવીરુપ ભુમિકા તૈયાર હોવાનું એક મહત્વનું કારણ એ માનવામાં આવે છે કે શાહ અનેક પડકારોને સહજ બનાવીને એમડીએ સરકારને ભાજપની તાકાત ફરીથી સત્તા અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

અમિત શાહના ચુંટણી પૂર્વેથી લઇ પરિણામ સુધીના સતત રાજકીય પુ‚ષાર્થ અને દેશના તમામ ૫૪૨ લોકસભાની બેઠકો પર ચુંટણી રણનીતી ગોઠવીને ભાજપ અને એનડીએને ૨૦૧૪ના મોદી લહેરના પરિણામોથી એકપણ ડયલું પાછળ હટયા વિના પુન: સ્પષ્ટ બહુમતિ  માટે સફળ બનાવવામાં અમિત શાહનું ફળદાયી નેતૃત્વ રહ્યું છે. અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી વિક્રમજનક મતોથી વિજયી બન્યા છે. અમિત શાહ ગાંધીનગર ની બેઠક પર ૮૯૪૦૦૦૦ વિક્રમ જનક મતો મેળવી કોંગ્રેસના ડો. સી.જે. ચાવડા સામે ૫૫૭૦૦૦ જેટલી લીડથી  વિજયી બનીને સૌથી વધુ મતોની સરસાઇ મેળવનારે ઉમેદવાર તરીકે પણ શાહે નવા કિર્તીમાન સર કર્યો છે.

અમિત શાહના નામે આ ઇતિહાસ રચાયો છે. શાહને નરેન્દ્ર મોદીની નવી સરકારમાં શહેનશાહ બનાવીને નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદ અને વિકાસને વધુ બળવાન બનાવવામાં આવશે.પરિણામ પહેલાઁ જ એકઝીટ પોલમાં ભાજપની આગેવાનીમાં એનડીએને જબ્બર જનાધાર મળવાના નિષ્કર્સ સાથે જ અમિત શાહ ની શહેનશાહી પર દેશના રાજકારણનો ઘ્યાન કેન્દ્રીત થયું હતું.

નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયે કાર્યકરો ને કરેલા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાહની શહેનશાહીયતની સરાહના કરીને તેમના પુ‚ષાર્થ ભાજપની દેશના રાજકારણમાં ગૌરવપદે સ્થાન અપાવ્યું હોવાનું જણાવ્યું છે.  રાજકીય વર્તુળોમાં થઇ રહેલી ચર્ચાઓ મુજબ અમિત શાહને વડાપ્રધાન મોદી કેન્દ્રીય કેબીનેટમાં નંબર રનું સ્થાન આપીને ગૃહ સહીતના મહત્વના ખાતા સોંપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.