ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ આજે લગભગ બોપોરે મહાનગર જુનાગઢમાં આવશે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠક પ્રાપ્ત કરે તેના ભાગરૂપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગુજરાત પ્રવાશે આવવાના છે. જુનાગઢમાં બોપોરે બે વાગ્યાથી કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉંડ ખાતે એક સંમેલન આયોજન કરાયું છે. જેમાં અમીત શાહ માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા છે.
આ સંમેલનમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડતાં આજે સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં એક ઉત્સાહનો માહોલ છવાય ગયો છે અને સમગ્ર સોરઠ પંથક કેસરિયા રંગમાં રંગાઈ ગયું છે. ભાજપના અધ્યક્ષ શાહ લાંબા સમય બાદ જુનાગઢ આવી રહ્યા હોય તેને વધાવા તડામાર તૈયારી કરવામાં આવી છે. અમીત શાહ અમદાવાદથી હવાઈ માર્ગે હોલિકોપ્ટર મારફતે જુનાગઢ પોહચશે. સર્કિટ હાઉસથી અમીત શાહ ભાજપના પાંચ હજાર કાર્યકરો સાથે બાઇક રેલી કાઢીને ભવ્ય સ્વાગત સાથે સંમેલનના સ્થળે પહોચશે.